Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ફાયર વિભાગે કોરોનાનાં કહેર વચ્ચે ૨૧ દિવસમાં ૧૧ વોર્ડમાં આવેલા વિવિધ વિસ્તારોને સેનિટાઈઝ કર્યું.

Share

સમગ્ર ભારતમાં ૧૪ મી એપ્રિલના દિવસ ફાયર ડે તરીકે ઉજવાય છે ત્યારે ગોધરા ફાયર વિભાગ દ્વારા લોકડાઉનનાં ૨૧ દિવસમાં કોરોનાના કહેર વચ્ચે અને ગોધરા ફાયરબ્રિગેડ વિભાગના ચીફ ફાયર સુપ્રિટેન્ડન્ટ પ્રવિણસિંહ ફતેંસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ ગોધરાના ૧૧ વોર્ડમાં ૩૦ હજારથી વધારે જગ્યાએ સેનિટાઈઝ કર્યું છે. કુદરતી આફત રોગચાળો, સહિત આગ અને કોરોના જેવી મહામારીમાં ઇમરજન્સી સેવા આપતું વિભાગ એટલે ફાયર વિભાગ ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન ફાયર વિભાગની કામગીરી મહત્વપૂર્ણ સાબિત થઈ છે. છેલ્લા ૨૧ દિવસમાં ગોધરાનાં ચાર ઝોનમાં આવેલ ૧૧ વોર્ડમાં ૩૦ હજારથી વધુ અને સરકારી ઓફિસ, બેન્કો, પોસ્ટ ઓફિસ, પોલીસ હેડક્વાર્ટર, એસઆરપી, જેવી જગ્યાએ ફાયર વિભાગ દ્વારા પાણી સાથે હાઈપોકલોરાઈડ મીક્ષ કરી સેનિટાઈઝની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ ગોધરા ફાયર વિભાગ દ્વારા ૧૫ જેટલા કર્મચારીઓ દ્વારા મુસીબતનાં સમયમાં મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યા છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વડોદરામાં 4 ઈંચ વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા..!

ProudOfGujarat

ભરૂચનાં કોલેજથી જ્યોતિનગરનાં માર્ગની કામગીરી ગોકુળ ગતિએ થતાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

ProudOfGujarat

ભરૂચ : ગજેરા ગામના વણકર સમાજના આગેવાનો ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાના પક્ષમાં : એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સત્યની રજુઆત કરવા રહ્યા હાજર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!