હાલ કોરોનાનો માહોલ ચાલી રહ્યો છે.ત્યારે ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કોરોનાની જાગૃતિ અંગે કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે કોલેજના વિદ્યાર્થીઓ પોતાના ઘરે રહીને તમામ પ્રવૃતિ કરી હતી.તેમજ ઝૂમ એપની મદદથી આચાર્ય અને પ્રિન્સીપાલશ્રીએ ચર્ચા વિચારણા પણ કરી હતી.શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા એનએસએસ વિભાગ દ્વારા કોરોના અંગે જાગૃતી આવે તે માટે વિવિધ રચનાત્મક કાર્યક્રમો જેમા ઘરે રહીને વિઘાથીઓ માટે “short audio maaking competition -appeal to local people” યોજાઇ જેમા વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કોલેજમાં વોટસએપ કોલની મદદથી તથા જૂમ એપની મદદથી પ્રોગ્રામ ઓફિસર ડૉ.રૂપેશ નાકર અને પ્રિન્સિપાલ ડો. એમ.બી પટેલ ચર્ચા કરી હતી. એન.એસ.એસ. ના સ્વયંસેવકો, પ્રોગ્રામ ઓફિસર અને કોલેજની જરૂર પડે ત્યારે સરકારની શકય તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે તેમ પ્રિન્સિપાલ ડો. એમ.બી પટેલ એ ખાસ જણાવ્યુ હતુ.
પંચમહાલ રાજુ સોલંકી
શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા એનએસએસ વિભાગ દ્વારા કોરોના અંગે જાગૃતી આવે તે માટે વિવિધ રચનાત્મક કાર્યક્રમો યોજાયા.
Advertisement