Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાનાં ધારાસભ્યએ દલિત વિસ્તારમાં જઈ બાળકોને ખિચડી ખવડાવી.

Share

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન થઈ ગયું છે ત્યારે આવી વિપરીત પરિસ્થિતિમાં ગોધરાના ધારાસભ્ય દલિત વિસ્તારમાં આવી નાના બાળકોને ખીચડી ખવડાવી ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૯ મી જન્મજયંતિની ઉજવણી કરી હતી. ગોધરાના સિંધુરી માતા મંદિર નવા તીરઘરવાસ ખાતે આજરોજ ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજીએ દલિત વિસ્તારમાં જઈ ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૯ મી જન્મજયંતિ નિમિત્તે બાબા સાહેબને પુષ્પ અર્પણ કરી દલિત વિસ્તારના નાના બાળકોને ખીચડી ખવડાવી ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૯ મી જન્મજયંતિની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી, ગોધરા નગરપાલિકા પ્રમુખ ઇલેન્દ્ર પંચાલ, ભારતીય જનતા પાર્ટીના ગોધરા શહેર પ્રમુખ મહેશ હારૂમલાણી તથા એસ.સી મોરચાના ગોધરા શહેર પ્રમુખ શાંતિલાલ પરમાર અને ભારતીય જનતા પાર્ટીના ગોધરા શહેરના સક્રિય કાર્યકર્તા મુકુંદભાઈ ચૌહાણ સહિત તીરઘર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ.

ProudOfGujarat

સુરત : સરકારી શાળાના આચાર્યે બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષામાં મદદરૂપ થવા બનાવ્યા મેથ્સનાં QR કોડ.

ProudOfGujarat

આજરોજ ભરૂચ BSNL Officeના કર્મચારીઓ પોતાની કેટલીક માંગણીઓ ના નિરાકરણ માટે આજથી ત્રણ દિવસની હડતાલ ઉપર ઉતર્યા છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!