Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : બાબાસાહેબ આંબેડકરની જન્મજંયતિની નિમિત્તે યુવાનોએ સ્વેચ્છિક રક્તદાન કર્યું.

Share

ગોધરા શહેરના અમદાવાદ હાઈવે પાસે આવેલ સૂર્યનગર સોસાયટી તથા ડો.આંબેડકર સોસાયટીના ઉત્સાહી યુવકોએ આજ રોજ ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 129 મી જન્મ જયંતિ નિમિત્તે સ્વેચ્છિક રક્તદાન કરી માનવતાની સુવાસ પ્રસરાવી હતી.

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારીના કારણે સમગ્ર દેશ હચમચી ગયો છે ત્યારે રક્તની આવશ્યકતા પંચમહાલ જિલ્લામાં ઉભી થતા લોકો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રક્તદાન કરવામાં આવે છે. ત્યારે ગોધરા શહેરના અમદાવાદ હાઈવે વિસ્તારમાં આવેલી સૂર્યનગર સોસાયટીમાં ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 129 મી જન્મજયંતીના ઉજવણીના ભાગરૂપે લગભગ 25 ઉપરાંત યુવકોએ રક્તદાન કર્યું હતું.આ રક્તદાન કેમ્પમાં 25 યુનિટ રક્ત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરાના સહયોગથી યુવકોએ આપ્યું હતું.આ રક્તદાનમાં કોરોના વાયરસને લઈ સંપૂર્ણ સામાજિક અંતરનું પાલન કર્યું હતું.આ રક્તદાન કેમ્પમાં રક્ત આપનારા દરેક રક્તદાતાનું તાળીઓનાં ગડગડાટથી અભિવાદન કરાયું હતું.આ રક્તદાન કેમ્પમાં સૂર્યનગર સોસાયટીની મહિલા લીલાબેન કિરણભાઈ પરમારે પ્રથમ વખત રક્તદાન કરતા ભારે ઉત્સાહી દેખાયા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજપીપળામાં કોરોનાનાં કેસ વધતા પોલીસ દ્વારા માસ્ક બાબતે કડક ચેકીંગ કરાયું.

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા શ્રમદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

માંગરોળ : સિંચાઈ સુવિધા માટેની કાકરાપાર- ગોરધા -વડ ઉદવહન સિંચાઇ યોજનામાં વિસ્તરણની કામગીરીનો ખાતમુહૂર્તનો કાર્યકમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!