પંચમહાલ જીલ્લાનાં ગોધરા શહેરમાં લોકડાઉનનાં માહોલમાં સફાઈકામદારો પોતાની ફરજ નિભાવી રહ્યા છે.ત્યારે આવા સફાઈકામદારોની કદર થઈ રહી છે. કોરોના યુધ્ધમાં યોદ્ધા તરીકે કામ કરતા સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે.ગોધરાની ભૂરાવવા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ૨ ની જય યોગેશ્વર સોસાયટી અને બ્રહ્મા સોસાયટીના રહીશો દ્વારા કોરોના માહોલમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન જે કચરો ઉઘરાવા આવે છે તેવા સફાઈ કર્મીનું ગુલાબહાર અને ગુલાબની પાંખડી નાંખી બિરદાવામાં આવ્યા હતા. ગોધરા નગરપાલિકા અને શ્રીજી એજન્સી અમદાવાદ સચાલીત ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી કરતા ચંદ્રસિંહ લુહાર(ડ્રાઈવર), જયંતીભાઈ એસ હરિજન, તેમજ સુપરવાઇઝર પ્રવીણભાઈ સોલંકીનું સોસાયટીના રહીશો દ્વારા તાળીઓ, ફૂલોથી વધાવી તેમને ફૂલહાર પહેરાવી સન્માનિત કરી ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું હતુ અને આ સોસાયટીમાં રહેતા ભારતસિંહ સોલંકી,દિનેશકુમાર ડોંગરે (સુપ્રિ.ઓફ પોસ્ટ), રમેશભાઈ જોશી દ્વારા કોરોના જેવા માહોલ ફરજ બજાવતા સફાઈ કર્મી જયંતિ ભાઈનું ગુલાબનો હાર અને ગુલાબની પાંખડી નાંખી તેમનું સ્વાગત કર્યું હતું. આ સાથે સોસાયટીના રહીશો દ્વારા આનંદ ઉલ્લાસ સાથે કામદારોને ઉત્સાહિત કર્યા હતા અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલ, નગરપાલિકા ગોધરા વગેરેનો આ મહામારીના સંકટમાં પણ સેવાઓ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરામાં લોકડાઉનમાં કોરોના સામેના જંગના વોરિર્યસનું ફુલહારથી સોસાયટીનાં રહીશોએ સન્માન કર્યું.
Advertisement