ગોધરા,
પંચમહાલ જિલ્લાના કાલોલ નગરમાં કાપડની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા પરિવાર સામે વ્યાજ ખોરો આફત બની તે ત્રાટક્યા છે માથા ભારે વ્યાજ ખોરો એ દુકાન અને દુકાન પર કબ્જો જમાવી દેતા નાસીપાસ પરિવારે જિલ્લા કલેક્ટર ના દ્વારે ધામા નાખી સામુહિક આત્મ હત્યા ની માંગ કરી છે
ગિરધર ભાઈ છનાભાઈ કુંઢીયાના મોટા દીકરા પંકજ ભાઈ એ નોટ બંધી સમયે વ્યાજ ખોર ઇકબાલ મેહબૂબશા દીવાન અને જીતેન્દ્ર જશવાણી પાસે થી રૂપિયા 30 લાખ ની રકમ ઉંચા વ્યાજે લીધી હતી જે વ્યાજે લીધેલ રકમ નું લાંબા સમય સુધી વ્યાજની ચુકવણી કરી હતી ત્યાર બાદ વેપાર પડી ભાંગતા વ્યાજ ની રકમ ચૂકવી શક્યો ન હતો જેને લઇ અવાર નવાર વ્યાજ ખોરો પંકજ ભાઈને ટોર્ચર કરી નાણા ની કડક હાથે ઉઘરાણી કરતા હતા વ્યાજ ખોરો ના વધતા જતા ત્રાસ ને કારણે પંકજ ભાઈ ને આખરે પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો હતો પરિજનો ના મતે આઠ માસ જટલો સમય વીતી ગયા બાદ પણ પુત્ર નો આજ દિન સુધી કોઈ પતો લાગ્યો નથી આ તરફ વ્યાજ અને મૂડી ની રકમ એક કરોડ સુધી પહોંચી હોવાનું જણાવી માથાભારે વ્યાજખોરો એક કરોડ ની વસૂલી માટે ગિરધરભાઈ ની દુકાન અને મકાન ઉપર તરાપ મારી બરજબરી પૂર્વક કબ્જો જમાવ્યો છે વ્યાજ ખોરોના ત્રાસે હતાશ પરિવારે આખરે સામુહિક આત્મહત્યા કરવા નો નિર્ણય લઇ જિલ્લા કલેકટર ના દ્વારે ધામા નાખ્યા છે ફરિયાદી પરિવાર ના 15 સભ્યો જેમાં ચાર પુત્ર ચાર પુત્ર વધુ સહીત પાંચ બાળકો સાથે સામુહિક આત્મહત્યા કરવાની માંગ સાથે નો પત્ર જિલ્લા નાયબ કલેક્ટરને આપ્યો છે