કોરોના વાયરસ સંક્રમણના ફેલાવાને રોકવાના હેતુથી દેશભરમાં લોક ડાઉન અમલી છે અને આવશ્યક સેવાઓ સિવાયના તમામ ધંધા-રોજગાર, દુકાન નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ રાખવામાં આવ્યા છે. આ સ્થિતિમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાશન સહિતની તકલીફ ન પડે તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહના સૂચન અને માર્ગદર્શન હેઠળ ગોધરાના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા 285 જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષકોનો સહયોગ મેળવી અનાથ બાળકોના પાલક પરિવાર, દિવ્યાંગ બાળકનો પરિવાર, પિતા હયાત ન હોય જેવા જરૂરિયાતમંદ બાળકોના પરિવારને આ રાશન કીટ આપવામાં આવી હતી. કિટમાં 3 કિલો લોટ, 2 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ-ગોળ સહિતની સાધન સામગ્રી સમાવિષ્ટ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડો. વી.એમ.પટેલે અંબાલી ખાતે, મામલતદારશ્રી ગોધરાએ ઓરવાડા ગામ ખાતે તેમજ શિક્ષણ નિરીક્ષક શ્રી જિજ્ઞેશ પટેલ સંઘના કાર્યકરો સાથે સોશિયસ ડિસ્ટન્સિંગના પ્રોટોકોલ સાથે આ વિતરણ કાર્યમાં જોડાયા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરાનાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું.
Advertisement