Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : કોરોના વાઇરસ સામે રક્ષણ અને વધુ સુદ્રઢ સેવાઓ કાર્યરત કરવા મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં ફાળો આપવા જિલ્લા કલેકટરશ્રીનો અનુરોધ.

Share

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાની મહામારી સામે દેશ લડી રહ્યો છે. સંક્રમણનો વધુ ફેલાવો ન થાય તે માટે સરકાર દ્વારા લોકડાઉન સહિતના પગલાં લેવામાં આવ્યા છે. સંકટની આ ઘડીમાં દરેક નાગરિક દેશ પ્રત્યે પોતાની ફરજ બજાવવા અને જરૂરતમંદોને મદદ કરવા આગળ આવે તે સમયની માંગ છે. દેશવાસીઓને આ મહામારી સામે રક્ષણ આપવા માટે સરકાર પૂરી તાકાત અને તૈયારી સાથે કાર્યરત છે ત્યારે સરકાર વધુ સક્ષમતાથી આ આફતનો સામનો કરી શકે તે માટે પંચમહાલ જિલ્લાના ઉદ્યોગપતિઓ, નાગરિકો, સેવાભાવી સંગઠનોને મુખ્યમંત્રી રાહત નિધિમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો આપવા પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લાવાસીઓને અપીલ કરી છે.કલેકટરશ્રીએ અનુરોધ કરતા જણાવ્યુ છે કે ઉદ્યોગપતિશ્રી, દાતાશ્રી, સંપન્ન નાગરિકો, વેપારીઓ, સંસ્થાઓ અને નાગરીકો મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં પોતાનાથી બની શકે તેટલી મહત્તમ મદદ કરે. આ માટે આપવામાં આવતું દાન સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે. તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી આ માટે રસીદ પણ આપવામાં આવશે. જે દાતાશ્રીઓ મુખ્યમંત્રીશ્રીનાં રાહત ફંડમાં યોગદાન આપવા માંગતા હોય તેઓ સર્વે કલેકટર કચેરી, ગોધરા ખાતે કલેકટરશ્રીને રૂબરૂમાં ચેક અર્પણ કરી કોરોના વાઇરસ સામેની લડાઈમાં પોતાનો સહયોગ આપી શકે છે. પંચમહાલના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, સેવાભાવી તેમજ ધાર્મિક સંસ્થાનોએ પણ કલેકટરશ્રી દ્વારા કરાયેલ આ અપીલને સહર્ષ સ્વીકારીને આ લડાઈમાં ઉદાર હાથે સહાય કરી છે. હાલોલના ધારાસભ્ય અને કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર તેમજ ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજીએ અંગત ફાળા તરીકે અનુક્રમે રૂ.1 લાખ અને રૂ.1.50 લાખની રકમનો ચેક મુખ્યમંત્રી રાહત નિધીમાં અર્પણ કર્યો હતો. અત્યાર સુધી રૂ.143.60/-લાખની રકમ ડાયરેક્ટ રાહત ફંડમાં જમા કરવામાં આવી છે જ્યારે રૂ.168.27/-લાખની રકમના ચેક કલેક્ટર કચેરી, ગોધરા ખાતે આપવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં મુખ્યમંત્રી રાહત નિધિમાં જે રકમ અર્પણ કરવામાં આવી છે તેની વિગતો જોઈએ તો કાલિકા માતા મંદિર ટ્રસ્ટ તરફથી 51 લાખ, પોલિકેબ ઈન્ડિયા તરફથી 50 લાખ, પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તરફથી 21 લાખ, ટાઈડ ઈન્ડસ્ટ્રીઝ તરફથી 11 લાખ, પંચમહાલ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક તરફથી 5 લાખ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી તરફથી 3.30 લાખ, ડિસ્ટ્રીક્ટ રેવન્યુ એસોસિયેશન તરફથી 1 લાખ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી 140.20 લાખ, ગોધરા સિટી કો-ઓપરેટિવ બેન્ક તરફથી 2.51 લાખ, તેમજ ડેરોલ, શહેરા, મોરવા (હ), ઘોઘંબા અને જાંબુઘોડાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી દ્વારા 25-25 હજાર, હાલોલ ખેતીવાડી બજાર સમિતી તરફથી 51 હજાર અને ગોધરાની ખેતીવાડી બજાર સમિતી તરફથી 1 લાખનો ઉદાર ફાળો આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રાહત નિધિમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો આપવા માટેના બેંક ખાતા નંબરની વિગતો CMRF BANK DETAILS, A/C NAME: CHIEF MINISTER’S RELIEF FUND, A/C NO. 10354901554, SAVINGS BANK ACCOUNT, SBI, NSC BRANCH (08434), IFSC: SBIN0008434 બેંક ખાતામાં ઓન લાઈન પણ ફાળો આપી શકાશે. હાલોલના ધારાસભ્ય અને કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર તેમજ ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજીએ અંગત ફાળા તરીકે અનુક્રમે રૂ.1 લાખ અને રૂ.1.50 લાખની રકમનો ચેક મુખ્યમંત્રી રાહત નિધીમાં અર્પણ કર્યો હતો. અત્યાર સુધી રૂ.143.60/-લાખની રકમ ડાયરેક્ટ રાહત ફંડમાં જમા કરવામાં આવી છે જ્યારે રૂ.168.27/-લાખની રકમના ચેક કલેક્ટર કચેરી, ગોધરા ખાતે આપવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

Live accident#Tapi : 1 died, 1 injured after fatal crash between Bike and Tempo

ProudOfGujarat

અમદાવાદ જીલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓનું આંદોલન, રિપોર્ટીંગ બંધનું એલાન.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા કાટા સાયણમાં પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!