Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : લોકડાઉનનાં માહોલમાં સોનીવાડ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો 6 જુગારીઓ ઝડપાયા.

Share

સમગ્ર ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધતા સમગ્ર દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે ગોધરામાં લોકડાઉનની સ્થિતિમાં કેટલાંક નબીરાઓ પોતાના અંગત ફાયદા માટે જુગાર રમી રહ્યા હતા જેની બાતમી ગોધરા એલસીબી વિભાગના પી.આઈ ડી.એન.ચુડાસમાને મળી હતી. બાતમીનાં આધારે એલસીબી વિભાગની ટીમે ગોધરામાં આવેલ સોનીવાડ વિસ્તારમાં દરોડા કરતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે રેડ દરમિયાન રોકડ તથા દાવ ઉપરની રકમ ૫૭૦૦ રૂપિયા અને મોબાઇલ ફોન નંગ ૪ જેની કિંમત ૯૫૦૦ રૂપિયા મળી કુલ ૧૫,૨૦૦ રૂપિયાનાં મુદ્દામાલ સાથે છ નબીરાઓને ઝડપી પાડી વધારે કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ જુગારીઓનાં નામ : ૧.મિતુલકુમાર દિલીપકુમાર સોની રહે. સોનીવાડ ગોધરા ૨.મિતકુમાર હરેશકુમાર સોની રહે. સોનીવાડ લુહાર ફળિયા ગોધરા ૩.ઈરફાનખાન સલીમખાન પઠાણ રહે. ખાડી ફળિયા ગોધરા ૪.નરેશકુમાર મગુભાઈ મકવાણા રહે.ખાડી ફળિયા સંતોષીમાતા મંદિર ગોધરા ૫.સતીષભાઈ જીવરાભાઈ પટેલ રહે. કાજીવાડ ગોધરા ૬.સુભમકુમાર બુદ્ધિસાગર સોની રહે. સોનીવાડ ગોધરા.

Advertisement

Share

Related posts

માંગરોળ ગ્રામ પંચાયતમાં વહીવટદારના રાજમાં ગ્રામ પંચાયતનો વહીવટ કથડીને ખાડે ગયો

ProudOfGujarat

નર્મદા એલ.સી.બી. નો સપાટો : ચોરીના ગુનામાં 6 ને પાસામા ધકેલ્યા.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના ઝરણા – કાંટીપાડા રોડ પર બાઇક પર દારૂનો જથ્થો લઇ જતો એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!