ગોધરામાં અબ્દુલ હકીમ પટેલનું કોરોનાના કારણે વડોદરામાં એક ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા બાદ આ રબ્બાની મહોલ્લાના આશરે ૭૫ જેટલા મકાનોમાં રહેતા ઘરના સભ્યોને આરોગ્ય વિભાગ દ્વારા હોમ કવોરૉન્ટાઈન કરવામાં આવ્યા હતાં ત્યારે આ વિસ્તારમાં પ્રાંત અધિકારી એ સ્થાનિક રહીશોને હોમ કવોરૉન્ટાઈનમાં રહેવા માટે સૂચન આપવામાં આવ્યા હતાં. ત્યારે ગતરોજ પંચમહાલ જિલ્લાના કલેક્ટર પોલીસ અધિક્ષક સહિત સંકલન અધિકારીઓએ રબ્બાની મહોલ્લાની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું ત્યારે ગોધરા નગર પાલિકા વિભાગનાં ચીફ ઓફિસર ગોધરા ખાતે આવેલ રબ્બાની મહોલ્લામાં જે ૭૫ જેટલા ઘરોને હોમ કવોરૉન્ટાઈનમાં મૂકવામાં આવ્યા છે તે વિસ્તારની આજુબાજુ સાફસફાઈ અને ફોગીંગ કરવા માટે સુચના આપી હતી જેથી મેલેરિયા વિભાગના કર્મચારી દ્વારા આજરોજ રબ્બાની મહોલ્લા ખાતે જંતુનાશક દવાઓથી મિશ્રણ કરીને ફોગીંગ કરી સેનેટાઈઝર કરવામાં આવ્યા હતાં.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરાનાં રબ્બાની મહોલ્લાને પાલિકાતંત્ર દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યો.
Advertisement