વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોનારૂપી અંધકાર સામે દેશવાસીઓની એકતારૂપી પ્રકાશની મજબૂતાઈનો સંદેશ આપવા માટે 5 મી એપ્રિલના રોજ રાત્રિના 9 વાગે 9 મિનિટ સુધી ઘરની લાઈટો બુઝાવી બાલ્કનીમાં દીવો કે મીણબત્તી પ્રગટાવવાનું આહવાહન કર્યું હતું. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાને હંફાવનાર ભારતવાસીઓએ પ્રધાનમંત્રીશ્રીના આહ્વાનનો સકારાત્મક પ્રતિસાદ આપતા આખો દેશ રાત્રે 9 વાગ્યે દીવડાઓથી ઝગમગી ઉઠ્યો હતો. પંચમહાલ જિલ્લાવાસીઓએ પણ આ અપીલને ઉત્સાહભેર વધાવી લેતા જિલ્લાના ગામો અને શહેરો દીવડા અને મીણબત્તીઓથી પ્રકાશિત થઈ ઉઠ્યા હતા. ગોધરા સહિતના શહેરો-ગામોની સોસાયટીઓ, શેરીઓ, ગલીઓમાં લોકોએ દીવડા, મીણબત્તી કે મોબાઈલની ટોર્ચ જલાવી આ મહામારી સામે ભારતનું મનોબળ હજુ મજબૂત હોવાનો મકક્મ સંદેશો આપ્યો હતો. કેટલાક યુવાનોએ મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી સાથ આપ્યો હતો. આ દરમિયાન લોકો ઉત્સાહના અતિરેકમાં આવીને ટોળામાં ભેગા ન થાય કે ઘર બહાર ન નીકળે તે સુનિશ્ચિત કરવા પોલિસ સતત કાર્યરત રહી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
કોરોનારૂપી અંધકાર સામે દેશવાસીઓની એકતારૂપી પ્રકાશના વિજયનો સંદેશ આપવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં આહવાહનને ઉમળકાભેર વધાવી લઈ ગોધરા દીવડાઓથી ઝગમગ્યું.
Advertisement