સંપૂર્ણ ભારત સહિત ગુજરાતમાં આખું વહીવટી તંત્ર કોરોના ગ્રસ્ત થઈ ગયું છે. ત્યારે ઉનાળાના દિવસો ચાલુ થઈ ગયા છે અને પાણીની સમસ્યા અત્યારે કોઈ સાંભળે અને દૂર કરે એ શક્ય નથી પરંતુ ઉનાળાના આકરા દિવસોમાં પાણીની જરૂરીયાતને લઈને લાકડાના ઉપયોગ કરી હેન્ડપંપ કાર્યરત રહે આ આયોજન આમ તો અદભુત કહેવાય પરંતુ વહીવટી તંત્ર માટે ખરેખર શર્મજનક બાબત કહેવાય. પંચમહાલ જીલ્લામાં હવે ઉનાળાની શરુઆત થઈ ગઈ છે.ત્યારે હવે પાણીની સમસ્યાઓની બુમો ઉઠે તો નવાઈ નહી.જોકે તંત્ર દ્વારા દર વખતે પાણીની સમસ્યાનુ નિવારણ કરાતુ હોવાનુ જણાવામાં આવે છે.ત્યારે ગોધરા શહેરની પાસે આવેલા ભામૈયા ગામમાં એક અલગ જ તસવીર સામે આવી છે.અહી નાયક ફળીયુ આવેલુ છે.અહીં હેન્ડપંપ છે પણ તેને હલાવાનો હાથો જ નથી.આથી ગામ લોકોએ તેનો જુગાડ શોધી કાઢ્યો જેમા લાકડાને હાથો બનાવીને બાંધી હેન્ડપંપની જે સાંકળ જે તેની સાથે બાધી દીધો અને તેના વડે પાણી ઉલેચી રહ્યાછે.ત્યારે છે.ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ હેન્ડપંપની મરામત થવી જોઈએ તેવી માંગ છે.અહીંના સ્થાનીક લોકોએ રજૂઆત પણ તંત્રમા કરી હોવાનું માહીતી મળેલ છે. જોકે હવે તંત્ર આ હેન્ડપંપની મરામત કરે તેવી જરુરી માંગ ઉઠી છે.
પંચમહાલ રાજુ સોલંકી