પંચમહાલ જીલ્લા ગોધરામાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો હોવાની વિગત પ્રાપ્ત થવા પામી છે. જ્યારે કોરોનાના માહોલ વચ્ચે ગોધરા નગરપાલિકા તંત્ર એલર્ટ થઈ ગોધરાના ભૂરાવવા પાસે આવેલ વાગડીયા વાસ અને સાતપુલ વિસ્તારના રબ્બાની મહોલ્લા ખાતે ફોગીંગ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો.
આ વાઇરસની અસર રોકવા માટે તકેદારી જરૂરી છે.જેના પગલે તંત્ર સજાગ છે.જીલ્લાના વડામથક ગોધરા શહેરમાં આવેલ ભૂરાવવા પાસે વાગડીયા વાસ અને સાતપુલ વિસ્તારના રબ્બાની મહોલ્લા ખાતે ગોધરા નગરપાલિકા તંત્રના મેલેરિયા ઈન્સ્પેક્ટર અશોકભાઈ સોલંકી અને મેલેરીયા વિભાગના કર્મચારી કિરણભાઈ સોલંકી સહિતની ટીમ ગોધરાના સાતપુલ વિસ્તારમાં આવેલ રબ્બાની મહોલ્લા ખાતે ફોગીંગ કરવામા આવ્યુ હતુ.
સાથે સાથે સેનેટાઈઝરના છંટકાવથી વિસ્તારોને સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ગોધરા નગરમાં કોરોના વાઇરસને રોકવા માટે લડત આપતાં સમગ્ર વ્યવસ્થા તંત્ર પાલિકા, પોલીસ, અને આરોગ્ય વિભાગએ સરાહનીય પ્રયાસો હાથ ધર્યા છે.
પંચમહાલ:- રિપોર્ટર- રાજુ સોલંકી