કોરોના વાઇરસનો કહેર સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ચીનમાંથી ફેલાયેલો વાઇરસ ભારત સહિત અન્ય કેટલાક દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે ભારત સહિત ગુજરાતમાં પણ આ વાઇરસથી પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી છે એવામાં કોરોના વાઇરસથી સતત વધતા સંક્રમણને ધ્યાનમાં લઇને મંગળવારે પ્રધાનમંત્રી મોદીએ સંપૂર્ણ દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે અને ૨૧ દિવસ સુધી ઘરની બહાર ન નીકળવા માટે સલાહ આપવામાં આવી છે.
ત્યારે ગોધરા શહેરમાં આવેલ અમદાવાદ હાઈવે પાસે આવેલ ગૌતમ નગર તથા શ્રીજી નગર સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના મેન ગેટ પાસે પોસ્ટર લગાવી અને સંદેશ આપ્યો છે કે બહારના કોઈ પણ વ્યક્તિએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહિ અને જો કોઈ વ્યક્તિ પૂછયા વગર પ્રવેશ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવા પોસ્ટરો સોસાયટીના ગેટ પાસે ચોંટાડી દેવામાં આવ્યાં છે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરાની શ્રીજી નગર સોસાયટીનાં રહિશોએ મેન ગેટ બહાર લગાવ્યા પોસ્ટર બહારના કોઈ પણ વ્યક્તિએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહિ.
Advertisement