શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની દ્ધિતીય વર્ષ બી.એ., બી.કોમ., બી.એસ.સી., એમ.એ., એમ.કોમ., બી.એડ., એમ.એસ.ડબલ્યુ વગેરેની પરીક્ષાઓનો પ્રારંભ થતાં યુનિ.ની પરીક્ષાઓના પ્રથમ દિવસે જ વિવિધ કોલેજમાં 27 કોપી કેસ નોંધાયા છે. જેમાં દાહોદ કોલેજમાં 07, વાધજીપુર કોલેજમાં 04, વાંટાવછોટા કોલેજમાં 05 સહિત કુલ 27 કોપીકેસ નોંધાયા છે. પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે લેવાય તે માટે યુનિ.એ 32 ઓબ્જવર સહિત 10 ફ્લાઇંગ સ્કોડની ટિમ બનાવી હતી. જેમાં 27 વિધાર્થીઓ કાપલી કરતાં ઝડપાઈ ગયા છે. યુનિ.ના વાઇસ ચાન્સલ્સ્વીએ જણાવ્યુ હતું કે પરીક્ષાઓમાં ગેરરીતિ સદંતર બંધ કરવાનું યુનિ.નું લક્ષ્ય છે. આગામી દિવસથી સ્કોડની સંખ્યા બમણી કરાશે. વિવિધ પરીક્ષાઓમાં અંદાજે 35000 વિધ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
Advertisement