Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાવાગઢખાતે આઠમ નિમિત્તે અઢી લાખથી વધુ માઈભક્તો ઉમટયાં

Share

પાવાગઢખાતે આઠમ નિમિત્તે અઢી લાખથી વધુ માઈભક્તો ઉમટયાં

પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રિના આઠમે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું અંદાજીત અઢી લાખથી વધુ માઈભક્તો માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા હાલમાં ચાલી રહેલી આસો નવરાત્રિ પર્વ નિમિત્તે યાત્રાધામ પાવાગઢ ખાતે રોજ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે આજે આઠમના દિવસને લઈ ગત મોડી રાત્રિથી જ ભક્તોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો નવરાત્રી દરમિયાન ગુજરાત રાજ્ય સિવાય મધ્યપ્રદેશ રાજસ્થાન દિલ્હી વગેરે રાજ્યોમાંથી મોટી સંખ્યામાં માઇ ભકતો દર્શનાર્થે આવે છે ભક્તોનો પ્રવાહ મોડી રાત્રિથી જ મોટી સંખ્યામાં અવિરત ચાલુ થઈ જતા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા માતાજીનાં મંદિરનો નિજ દ્વાર રાત્રિના સુમારે ખુલ્લો મુકાયો હતો મંદિરના મુખ્ય દરવાજા ખુલતાની સાથે જ જય માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું આજે આઠમ હોવાથી મંદિર પરિસરમાં માતાજીનો હવન કરવામાં આવ્યો હતો જેનો દરેક દર્શનાર્થેઓએ લાભ લીધો હતો
જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલ દ્વારા પાવાગઢ ખાતે નવરાત્રીની આઠમ નિમિત્તે પોલીસ અધિકારીઓ સહિત ૫૦૦ ઉપરાંત પોલીસ કર્મચારીઓ તૈનાત રહ્યા હતા અને વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા પોઇન્ટ ઉપર શ્રધ્ધાળુઓની અવર જવરની વિડિયોગ્રાફી કરવામાં આવશે અને તે રીતે પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામાં આવશે આ ઉપરાંત એસટી વિભાગ દ્વારા આઠમ ને ધ્યાનમાં રાખી એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી

Advertisement

Share

Related posts

વલ્લભીપુર ઘેલો નદીના પુલ પાસેથી વિદેશી દારૂ તથા બિયર, કાર સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી પોલીસ

ProudOfGujarat

નથી રહી કોઈ અપેક્ષા આપની પાસે પ્રેમની, હું જ પ્રેમમાં પાગલ આપને તકલીફ દઇ બેઠો…

ProudOfGujarat

ગોધરા નહેરુ બાગ ખાતે પુસ્તક પરબ યોજાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!