ગોધરાની જાણીતી શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિ નિમિત્તે NSS, NCC અને સ્પોર્ટ્સના વિધાર્થીઓ દ્વારા શાનદાર ઉજવણી થઈ હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી ગોવિંદ ગુરૂ યુનિ. ગોધરાના કુલપતિશ્રી પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે ઇ.સી.મેમ્બર ડો.ધીરેન સુતરીયા સાહેબે પણ હાજરી આપી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓએ કોલેજના સ્ટાફ મેમ્બર્સ સાથે સદભાવના રેલી આયોજિત કરી હતી જેમાં ખાસ ”બંધ કરો-બંધ કરો-પ્લાસ્ટિકનો યુઝ બંધ કરો”. ”ગાંધી બાપુ અમર રહો” જેવા સૂત્રો. બેનરો પોસ્ટરો સાથે વિધાર્થીઓએ રજૂ કર્યા હતા. વીસી સાહેબે રેલીને પ્રસ્થાન કરાવ્યુ હતું. ત્યારબાદ કોલેજના રૂમોમાં, આજુબાજુ, ”રીમુવ-પ્લાસ્ટિક સ્વચ્છતા અભિયાન” સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વિધાર્થીઓની વિવિધ ટીમોએ સુંદર કાર્ય કર્યું હતું. સ્પર્ધાના જજ તરીકે ડો. ધર્મિષ્ઠબેન મોદી તથા ડો.રમાકાન્ત પંડ્યા સાહેબે સેવા આપી હતી. જેના બાદ વિધાર્થીઓ માટે શીધ્ર વકૃત્વ સ્પર્ધા પણ યોજાઇ હતી જેના જજીસ તરીકે શોભનાબેન ગડારા(કેમેસ્ટ્રી) અને અંસુયાબેન ઝુલા(ઇંગ્લિશ) એ સેવા આપી હતી. વિજેતા વિધાર્થીઓને ખાસ ટ્રોફી-સર્ટિફિકેટ મહેમાનો પ્રધ્યાપકોના હસ્તે એનાયત થયા હતા. સમગ્ર કાર્યક્રમ કોર્ડિનેટર સંચાલક તરીકે ડો. રૂપેશ નાકર અને હંસાબેન ચૌહાણએ સેવા આપી હતી. NCC ઓફિસર અને ઇકોનોમિક્સના અધ્યાપક ડો.જી.વી.જોગરાણા સાહેબે આભાર વિધિ કરી હતી. અંતે વિધાર્થીઓએ સ્વચ્છતા શપથ અને વોટિંગ કરવાના શપથ લીધા હતા.
ગોધરા : શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે ગાંધીજીની 150 મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી થઈ.
Advertisement