Proud of Gujarat
FeaturedGujaratINDIA

*સમતા ફાઉન્ડેશન દ્વારા મધ્ય ગુજરાતના રોહિત સમાજના તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ યોજાઈ ગયો*. રાજુ સોલંકી પંચમહાલ

Share

*સમતા ફાઉન્ડેશન દ્વારા મધ્ય ગુજરાતના રોહિત સમાજના તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ યોજાઈ ગયો*.
રાજુ સોલંકી પંચમહાલ

સમતા ફાઉન્ડેશન દ્વારા ગોધરા બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે રોહિત સમાજના ૧૨૫ તેજસ્વી તારલાઓનુ સન્માન કરવામા આવ્યુ હતુ. સમતા ફાઉન્ડેશન ટીમના અનિલભાઈ પરમાર,વિનોદભાઈ, દિપક ભાઈ મોરવા,સુરેશભાઈ કોઠંબા,દિનેશભાઈ પિંગળી ,હિતેશભાઈ જોઝ અને સમગ્ર સમતા ટીમ દ્વારા કાર્યક્રમ કરવામા આવેલ હતો.

Advertisement

બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામા આવ્યો હતો.મુખ્ય દાતા કે.પી મકવાણા, મનોજકુમાર મીશ્રા, શ્રી વી.ડી પરમાર ,પ્રો અરુણ વાઘેલા,નરેન્દ્ર પરમારે વિદ્યાર્થિઓને પ્રોત્સાહિત કરતુ પ્રવચન કરેલુ હતુ.

ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ તેમજ. સ્નાતક અને અનુસ્નાતક તેમજ મેડિકલ,ઇજનેરમા સારા માર્કસ સાથે પાસ થનાર તેજસ્વી તારલાઓને મેડલ, બેગ,પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ભણી ગણીને સમાજનુ નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
કાર્યક્રમાં અનુ.જાતિના અગ્રણીઓ,ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમને અંતે ભોજનની વ્યવસ્થા કરવામા આવી હતી.

સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન ડૉ.રાજેશ વણકર,દિપકભાઈ સોલંકી,વિનુભાઈ બામણિયા દ્વારા કરવામા આવેલુ હતુ.

કાર્યક્રમને સફળ બનાવવા સમતા ફાઉન્ડેશ ટીમ તથા સમાજના યુવા અને વડીક કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.


Share

Related posts

અમદાવાદ – હેલિકોપ્ટરમાં બેસીને ફરીથી જોય રાઈડનો આનંદ માણી શકાશે, આ તારીખથી શરૂ થશે આ સર્વિસ

ProudOfGujarat

સાંસદ મનસુખભાઇ વસાવાએ જાતિઅંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો કરેલો નિર્ણયની તરફેણ કરનારા ત્રણ નેતાઓને આડે હાથે લીધા.

ProudOfGujarat

સુરતના પુણા વિસ્તારમાં તંત્ર દ્વારા ખાડીની સફાઈ ન થતા AAP ના નગરસેવકો અને કાર્યકર્તાઓ દ્વારા સફાઇ કરી વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!