*એક બાળ એક ઝાડ કાર્યક્રમ હેઠળ મોરવા હડફ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો*
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકા ખાતે ભાદરવી નાગલોદ પ્રા.શાળા ખાતે સૂચિત તાલુકા કક્ષાના વનીકરણ કાર્યક્રમ એક બાળ એક ઝાડ હેઠળ જીલા પ્રા.શિક્ષણાધિકારી ડૉ. વી.એમ.પટેલ, નાયબ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી ડૉ. ધર્મેન્દ્રભાઈ વી.ભમાત ની ઉપસ્થિતિમાં તાલુકા એજ્યુકેશન ટિમ અને શાળાના બાળકો દ્વારા વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું..
ભાદરવી નાગલોદ પ્રા.શાળા ખાતે
યોજાયેલ કાર્યક્રમમાં શાળાના બાળકો અને અધિકારીશ્રીને વરદ હસ્તે 250 નું વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું.જીલ્લા પ્રા.શિક્ષણાધિકારી શ્રી દ્વારા મોરવા તાલુકા એ અત્યાર સુધી 10 હજાર વૃક્ષારોપણ સામે હજી 40 હજાર વૃક્ષો વાવવા માટે ટાર્ગેટ આપ્યો હતો.બાળકો ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.dy. dpeo શ્રી ધર્મેન્દ્રભાઈ ભમાત દ્વારા વૃક્ષો બાળક મોટું થાય તેમ મોટું થતું રહે તેવું આહવાન કર્યું..
કાર્યક્રમમાં તાલુકા પ્રા.શિક્ષણાધિકારી શ્રીમતી ચેતનાબેન પરમાર ,બી.આર.સી.કો.ઓર્ડિનેટર શ્રી દિનેશભાઇ પરમાર,જિલ્લા પ્રઆ.શિક્ષક સંઘના પ્રમુખ શ્રી પ્રભાતસિંહ ખાંટ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી પ્રભાતસિંહ ખાંટ દ્વારા બાળકો માં પર્યાવરણ જાગૃતિ બાબતો ને પ્રેરવા જણાવ્યું
તાલુકા સંઘના પ્રમુખશ્રી કલ્યાણસિંહભાઈ, મહામંત્રી શ્રી દોલતભાઈ શ્રીમતી પુષ્પાબેન પણ ઉપસ્થિત રહી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમની જવાબદારી crc કો.ગણપતભાઈ ,શાળાના આચાર્ય, શિક્ષકમિત્રોએ ઉપાડી હતી.કાર્યક્રમનું સફળ સંચાલન ઇમરાન શેખ દ્વારા કરવામાં આવ્યું.