ગોધરા શહેરની મધ્યમાં મામલતદાર કચેરી બનેની માંગ સાથે વકીલોનુ તંત્રને આવેદન
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરામાં પંચમહાલ જિલ્લા વકીલ મંડળ ગોધરાના પ્રમુખ પ્રકાશ બારોટ,મંત્રી ચિરાગ પરીખ, વિજય પાઠક,સહિત મોટી સંખ્યામા વકીલોએ નાયબ કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કેટલાક ભૂમાફિયાઓના ષડ્યંત્રથી જૂની મામલતદાર કચેરી હતી ત્યાં કચેરી બને નહીં અને અન્ય સ્થળે ખસેડાય તેના કારણે મામલતદાર કચેરીની આજુબાજુની જમીન ભૂમાફિયાઓ પચાવી પાડેલી છે તે તેના ભાવ વધે તેથી ષડયંત્રના ભાગરૂપે જે જૂની મલતદાર કચેરી હતી તે કચેરી આગળ પાયામાંથી જૂની બિલ્ડિંગનો પાયા છે તે ખોટા ઐતિહાસિક ધરોહરના બહાને ઓફિસ બનતી રોકવામા આવેલી છે ગોધરાની જનતા તથા ગોધરા તાલુકાની આજુબાજુના લોકોને ગોધરા ટાઉન પાસે વચ્ચે આવેલી તે જગ્યાએ નવી મામલતદાર કચેરી બને તેવી માગ કરવામા આવે છે.અન્યથા તેના વિકલ્પે ડીએસપી કચેરી, જીલ્લા પંચાયત, સર્કિટ હાઉસ વગેરે ની ઓફિસોના કમ્પાઉન્ડ તથા વિશાળ જગ્યા ઉપલબ્ધ છે તેવી જગ્યામાં લોકોની સુવિધા માટે નવીન મામલતદાર કચેરી બનાવવાની જરૂરિયાત છે