Proud of Gujarat
GujaratFeaturedINDIAUncategorized

ગોધરા નગર પાલિકા દ્વારા દીનદયાલ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી સમૃધ્ધિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી

Share

ગોધરા નગર પાલિકા દ્વારા દીનદયાલ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી સમૃધ્ધિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા નગર પાલિકા દ્વારા દીનદયાલ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી સમૃધ્ધિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તા. ૧.૨.૨૦૧૯ ના રોજ સ્વ સહાય જુથોની બહેનોની ઉપસ્થિતિમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું પ્રસ્‍થાન ગોધરા નગર પાલિકા ચીફ ઓફિસર એ આર પાઠક પાલિકા પ્રમુખ ઈલેન્દ્ર પંચાલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં NULM અને પ્રધાન મંત્રી આવાસ યોજના ના સ્ટાફ સાથે રેલી ગોધરા નગર પાલિકા થી સરદાર નગર ખંડ સુધી કાઢવામાં આવી હતી જેમાં ૫૦૦ થી વધારે બહેનો હાજર રહ્યા હતા અને વિવિધ બેંક દ્વારા સ્વ સહાય જુથ ની બહેનો ને ૧૨૨ જેટલા જનધન ખાતા અને વીમા યોજના નો લાભ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પાલિકા ચીફ ઓફિસર એ આર પાઠક પાલિકા પ્રમુખ ઈલેન્દ્ર પંચાલ સિનિયર સેનેટરી ઈન્સ્પેક્ટર મુકેશભાઇ પટેલ અને સંજયભાઈ પટેલ એ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગૃપ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવ યોજાયો.

ProudOfGujarat

બ્રેકિંગ- અંકલેશ્વર ભરૂચને જોડતા રોડ ઉપર આવેલ છાપરા ગામ નજીક ડીજે નો ટેમ્પો પલટી ખાઈ જતા એક યુવાનનું ગંભીર મોત તથા અન્ય 3 વ્યક્તિને ગંભીર ઇજા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા….

ProudOfGujarat

અંકલેશ્વર પોલીસ દ્વારા થર્ટી ફસ્ટ નિમિત્તે વાહન ચેકીંગ હાથ ધરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!