- ગોધરા એસટી બસ સ્ટેન્ડ ખાતે વિદેશી દારુના અધધધ જથ્થા સાથે છ મહિલાઓની અટકાયત.
પંચમહાલ , રાજુ સોલંકી
પંચમહાલમાં બુટલેગરો દારુની હેરાફેરીમાં કરી રહ્યા છે. મહિલાઓનો ઉપયોગ ?
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા પંથકમાં દિન પ્રતિદિન બુટલેગર દ્વારા અવનવા કીમિયો ઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં ખાસ કરીને પંચમહાલ જિલ્લાના બુટલેગર હવે હોમ ડિલીવરી ની જગ્યાએ દારૂની હેરાફેરી કરવા માટે મહિલાઓનો ઉપયોગ કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ દારૂના જથ્થો સપ્લાય કરી રહ્યા છે. જેમાં પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલ જ્યારથી પંચમહાલ જિલ્લામાં ચાર્જ સભાળ્યો છે ત્યારથી દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે અથાગ પ્રયત્નો કરી સફળ રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના રેન્જ આઇજી મનોજ શશીધર તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલ એ સુચના આપી હતી કે દારૂ જેવી ગેરકાયદે પ્રવૃત્તિ ઓને નેસ્તનાબૂદ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક આર આઇ દેસાઈ ને જરૂરી સુચના ઓ આપી હતી.જેથી નાયબ પોલીસ અધિક્ષક આર આઇ દેસાઈ એ ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર આર આર દેસાઈ ને સૂચના આપી હતી કે ગોધરા ના લાલબાગ બસ સ્ટેન્ડ ખાતે કેટલીક મહિલાઓ વિદેશી શરાબનો જથ્થો લઈ જઈ રહ્યા છે જેથી બાતમી આધારે ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર આર આર દેસાઈ એ સર્વેલન્સ સ્કવોડ ને સાથે રાખીને લાલબાગ બસ સ્ટેન્ડ ખાતે રેડ કરી ઇંગ્લીશ દારૂ ના ક્વાટરિયા નંગ ૭૪૨ જેની કિંમત રૂપિયા ૬૧,૫૨૦ ના મુદ્દામાલ સાથે ૬ મહિલાઓની અટકાયત કરી હતી અને એ ડિવીઝન પોલીસ મથકે સોપવામાં આવી હતી એ ડીવીઝન પોલીસ એ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી