મોરવા હડફ પોલીસે એક ટ્રાવેલર ગાડીને રોકીને તપાસ કરતા દારુ પકડી પાડ્યો. ચાર ઇસમોની અટક
પંચમહાલ, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાની મોરવા હડફ પોલીસે બાતમીના આધારે મોરવા (હડફ) ચોકડી વિસ્તારમાંથી એક ટુરિસ્ટ ગાડીમાં ખાના બનાવી છુપાવેલો દારુનો જથ્થો પકડી પાડ્યો હતો.જેમા ચાલક સહિત કુલ ચાર વ્યકિતની અટક કરીને દારુના બોટલોના જથ્થા સાથે મળીને૧૦,૬૬,૫૦૦ લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરવા હડફ પોલીસના પીએસઆઈ જે.એન. પરમાર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વખતે બાતમીના આધારે મોરવા(હડફ) ચોકડી પાસે આવેલા રોડ ઉપર નાકાબધી કરવામા આવી હતી.જેમા એક રાજસ્થાન પાર્સિગની ફોર્સ ટ્રાવેલરને ઉભી રાખી તપાસ હાથ ધરવામા આવી હતી.તેમા સીટના ભાગે કાર્પેટને ખસેડતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.જેમાં પ્લાયવુડના પાટીયા નીચે ખાનામાં દારુની બોટલો તેમજ ગાડીની દરવાજામાં બોટલો છુપાવેલી હતી.આ દારુની કુલ નંગ- ૫૩૭ જેની કિંમત ૩,૬૩,૦૦૦ તેમજ ફોક્સ ટ્રાવેલર ગાડી સહીત કુલ મળીને૧૦,૬૬,૫૦૦ લાખ રુપિયાનો મુદામાલ જપ્ત કરીને તેમા સવાર ચાર ઈસમો (૧)અનિલકુમાર નટ (૨) દિપકસીંગ દુલાવત (૩) રાજેન્દ્રસિંગ દુલાવત (૪) હેમરસિંગ રાણાવત (રહે તમામ રાજસ્થાન)ની અટક કરી તેમની સામે કાયદેસર કાર્યવાહી મોરવા હડફ પોલીસે હાથ ધરી હતી.