Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ગોધરા શહેરમાં નશીલી દવાઓનુ રેકેટ SOG શાખાએ પકડી પાડ્યુ, બે ઇસમોની ધરપકડ

Share

ગોધરા શહેરમાં નશીલી દવાઓનુ રેકેટ SOG શાખાએ પકડી પાડ્યુ, બે ઇસમોની ધરપકડ

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

ગોધરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બંધ બારણે નશીલી દવાઓનું બેરોકટોક વેચાણ થતું હતું જેના કારણે કેટલાય યુવાનો નશાની લતે ચડી ગયા હતા અને બેરોકટોક વગર નશીલી દવાઓનું સેવન કરતા હતા ગોધરાના ખાડી ફળિયા વિસ્તાર પાછળ આવેલ હુસેની મસ્જીદ પાસે રહેણાંક મકાન મા કેટલાય નશાના સોદાગર પોલીસ તંત્ર ની આંખમાં ધૂળ નાખી ખુલ્લેઆમ નશીલી દવાઓનું વેચાણ કરી રહ્યા ની બાતમી એસઓજી પીઆઈ ને મળી હતી જેથી એસઓજી પોલીસે તપાસ કરતાં ખાડી ફળિયા વિસ્તાર માંથી નશીલી દવાઓનું વેચાણ કરતા બે શખ્સો ની અટકાયત કરીને એનડીપીએસ
એકટ મુજબ ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી હતી.

બનાવ સંદર્ભે મળતી માહિતી અનુસાર ગોધરા નગરમાં કેટલીક કેફી દ્રવ્યો ઓષધ અને નશીલી દવાઓનું ગેરકાયદેસર વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને ખુલ્લેઆમ નશીલી દવાઓનું હેરાફેરી કરી રહ્યા છે અને આવી નશીલી દવાઓનું ઉત્પાદન ઉપર અટકાયત માટે પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જ આઇજી મનોજકુમાર શશીધર અને જિલ્લાના પોલીસ વડા ડૉ લીનાબેન પાટીલ એ ગોધરા એસઓજી શાખાના પોલીસ ઈન્સ્પેક્ટર કે પી જાડેજા ને સુચના આપવામાં આવી હતી જેથી પોલીસ ઈન્સ્પેક્ટર કે પી જાડેજા એ ખાનગી રાહે બાતમી આધારે એસઓજી પીએસઆઇ આર આર ગોહિલ અને બી ડિવિઝન પીએસઆઇ એન એમ રાવત સાથે મળી ને ગોધરાના ખાડી ફળિયા વિસ્તાર પાછળ આવેલ હુસેની મસ્જીદ પાસે રહેણાંક મકાન માંથી
Chlorpheniramine maleate&codeine phosphate syrup cold power ની બોટલ નંગ 52 જેની કિમંત ૬૨૪૦ સાથે સાજીદ ઈકબાલ મમદુ અને તેના મિત્ર ફરદીનખાન ફિરોજખાન પઠાણ ની અટકાયત કરી હતી અને codeine દવાને FSL ના અધિકારીને બોલાવી પરીક્ષણ કર્યું હતું જેમાં નાકોટ્રી કસ પદાર્થ શ્રેણી નો સમાવેશ થાય છે જેના કારણે ખાડી ફળિયા વિસ્તાર હુસેની મસ્જીદ પાસે રહેતા સાજીદ ઈકબાલ મમદુ અને તેના મિત્ર ફરદીનખાન ફિરોજખાન પઠાણ ની અટકાયત કરી એનડીપીએસ
એકટ મુજબ ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે


Share

Related posts

ખૂબસૂરત યુવતી સોશિયલ મીડિયા પર દોસ્તી કરી કોલ કરે તો રિસીવ કરતાં પહેલાં ચેતજો : પરપ્રાંતીય ટોળકીએ અનેક નેતાઓ-અધિકારીઓને ફસાવ્યા.

ProudOfGujarat

કોરોના પોઝિટિવ 25 દર્દી વધુ ઉમેરાયા, કુલ આંકડો 643 થયો

ProudOfGujarat

નર્મદાનાં 9 કોરોના દર્દીઓ સાજા થતા એ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન મુક્ત કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!