Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

હાલોલ:GIDCમાં આવેલી ગુટખા કંપનીમાથી 70 કરોડની કરચોરી પકડાઇ

Share

ગોધરા રાજુ સોલંકી

હાલોલ GIDCમાંથી ડુપ્લિકેટ ગુટખાની કંપનીનો પર્દાફાશ, 70 કરોડની GST ચોરી પકડાઇ વડોદરા સેન્ટ્રલ જી.એસ.ટી. વિભાગે હાલોલ જીઆઇડીસીના ફેઝ-3માં રેડ પાડીને ડુપ્લિકેટ ગુટખાની કંપની ઝડપી પાડી આંતર રાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાથે જ જી.એસ.ટી. વિભાગે રૂપિયા 70 કરોડની જી.એસ.ટી. ચોરી ઝડપી પાડી છે. GST વિભાગે સાવલીમાં ગુટખાના ગોડાઉનો ઉપર દરોડો પાડી કરોડો રૂપિયાની ગુટખા ચોરી ઝડપી પાડી હોવાનું જાણવા મળ્યું છે. પ્રિવેન્ટીવ વિંગ, સેન્ટ્રલ જી.એસ.ટી. વડોદરા-2 કમિશનર દ્વારા હાલોલ જી.આઇ.ડી.સી.ના ફેઝ-3માં ઉત્પાદિત થતા પ્રતિબંધિત કે. કે. ગુટખા સહિત અન્ય ગુટખાની ફેક્ટરી ઝડપી પાડી હતી. આ કંપનીનું ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સુધી નેટવર્ક પથરાયેલું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જી.એસ.ટી. વિભાગે મુદ્દામાલ, ડોક્યુમેન્ટ અને ગાડી ઝડપી પાડી છે.સેન્ટ્રલ જી.એસ.ટી. વડોદરા વિભાગના ડેપ્યુટી કમિશનર વૈભવસિંગ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલોલ જી.આઇ.ડી.સી. ફેઝ-3માં પ્રતિબંધિત ગુટખાનું ઉત્પાદન કરતી કંપનીમાં 70 જેટલા કર્મચારીઓ નોકરી કરતા હતા. કંપનીના સંચાલકો અવાર-નવાર મશીનરી સાથે જગ્યાઓ બદલતા હતા. અને પ્રતિબંધિત ગુટખાનું ઉત્પાદન કરીને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને યુ.પી.માં ગુટખા વેચતા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : અંકલેશ્વર પાસેથી વધુ એક ગેરકાયદેસર લાખોની મત્તાનો બાયોડિઝલનો જથ્થો ભરેલ ટેન્કર ઝડપાયું.

ProudOfGujarat

ઉમરપાડા અને વડપાડા વન વિભાગ રેન્જ કચેરી દ્વારા 100 કોટવાડીયા – કાથુડીયા પરિવારને અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ વિધાનસભા વિસ્તાર ઇન્ડિયા ગંઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા ની સ્વાભિમાન યાત્રાને મળ્યો ઠેર ઠેર આવકાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!