Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાનો વેપારી ઓરવાડા ગામ પાસે લૂટાયો

Share

ગોધરા, રાજુ સોલંકી
ગોધરા તાલુકાના ઓરવાડા ગામમાં સુરેશભાઈ શાહ નામના વેપારી પોતાની દુકાનને સાંજના સમયે બંધ કરી પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા
ગ્રાહકના સ્વાંગમાં 2 બાઇક સવારે આવી બંધ દુકાનમાંથી સિમેન્ટ ખરીદવાની માંગણી કરી હતી.પણ આવતી કાલે આવજો એમ જણાવતા આ શખ્સ પરત ફર્યા તેવા જ વેપારી સુરેશભાઈ પોતાની કાર શરૂ કરી ત્યારે આ શખ્સોએ પોતાની પાસે રહેલ એરગન જેવા હથિયારથી એક રાઉન્ડ ફાયર કરેલ જે કારના વિન્ડસ્ક્રીન પર અથડાયો હતો. આમ થવાથી સુરેશભાઈએ પોતાની કાર રોકીતો આ શખ્સો પૈકી 1 શખ્સે કારની સીટ પર પડેલા પાકીટ જેમાં 1.20 લાખ જેટલી રકમ હતી જે લઈને બાઇક પર નાસી છૂટ્યા હતા.
વેપારીએ બુમાબુમ કરતા લોકો એકત્ર થયા હતા.આ મામલાની જાણ કરતા પોલીસ કાફલો આવી પહોચીને ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરીછે

Advertisement

Share

Related posts

ભરૂચ : ખેડૂત બચાવો દેશ બચાવો અભિયાન હેઠળ પાલેજમાં કોંગ્રેસનો સંવાદ.

ProudOfGujarat

ભરૂચ બી ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં જુમ્મા મસ્જિદ પાસે થયેલ લૂંટનો ભેદ ઉકેલી કાઢયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં ઝગડીયા તાલુકામાં 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ 36 વર્ષીય નરાધમે સંતાનનાં સાથે ફરતી બાળકીને નિશાન બનાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!