ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામા એચવીએન કંપનીના સંચાલકો એકના ડબલ ,ત્રીપલ ,ચારગણા નાણા કરી આપવાની લાલચ આપીને ફરાર થઈ જતા લોકોને રાતાપાણીએ રોવડાવ્યા છે. “HVN કંપનીના ધુતારો એ એમની સ્કીમમાં નાણાં રોકાવી ડબલ કરી આપવાના લોભમાં રિટાંયર કર્મચારીઓ પોતાના નાણાં ગુમાવ્યા” નવાઇની વાત એ છેકે શહેરા તાલુકાના પુર્વ પટ્ટી વિસ્તારમા આવેલા ગ્રામીણ વિસ્તારમાંતો મોટાભાગે રિટાયર્ડ પોલીસ કર્મીઓએ પોતાની જીંદગીની બચતપેટે મળેલી રકમ કંપનીમાં રોકી દેતા પોતાના પગ પર કુહાડી મારવાનો વખત આવ્યો છે.બીજા આર્મી, તેમજ સરકારી વિભાગમાંથી રિટાયર્ડ થયેલા લોકોનો પણ સમાવેશ થાય છે,
આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર
પંચમહાલ જીલ્લામાં આ HVN કંપનીમાં નાણા બચત તેમજ ફિકસ ડીપોઝીટ પેટે મુકતા કંપનીએ ઉઠમણુ કરતા માથે હાથ દઇને રોકાણકારોએ રોવાનો વારો આવ્યો છે.સાથે કંપનીના એજન્ટો અને સેલ્સ એરીયા મેનેજરોને પણ કમીશન આપવાની લાલચ આપી તેમના મદદથી લોકો પાસેથી કંપનીની નાણા પોલીસી બતાવીને નાણા ઉઘરાવી કંપનીમાં જમા કરાવ્યા હતા.પણ આખરે કંપનીએ ઉઠમણુ કરતા એજન્ટોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.હવે તેઓ વિચારે ચિંતામાં ગરકાવ થયા હતા કે આ અંગે હવે ગ્રાહકોને શુ જવાબ આપવો ! શહેરા તાલુકામા ગાંગડીયા, સરાડીયા,માતરીયા વ્યાસ,નાડા સહિતના અનેક ગામોમાં રહેતા મોટાભાગના રિટાયર્ડ પોલીસ કર્મઓએ નોકરી પુરી થયા બાદ જીંદગીની મહામૂલી બચત મુડી જે સરકાર તરફથી પાછલી જીંદગી આરામથી ગુજારી શકે તે માટે મળી હતી.તે મુડી કોઈ વિચાર્યા વગર આ HVN કંપનીમાં રોકી દીધી હતી.આખરે કંપનીએ ઉઠમણુ કરતા માથે હાથ દઇને રોવાનો વખત આવ્યો છે.શહેરાના સરાડીયા ગામના એક રોકાણકાર જે સરકારી નોકરી કરી રિટાયર્ડ થયા.અને તેઓએ પોતાની જીંદગીની બચત HVN કંપનીના રોકાણ કરી દીધી.હવે શહેરા પંથકમા લોકચર્ચાઓએ પણ એવુ સ્થાન લીધુ છે.કે લોકોની રક્ષા કરવા વાળા પોતાના નાણાની રક્ષા ન કરી શકયા.વધુમા ભણેલા ગણેલા નોકરીયાત લોકો જ વધુ પૈસા મળે તે લાલચમાં છેતરાયા છે.
આ અંગે ભોગ બનેલા કેટલાક લોકોનો સંપર્ક કરી તેમની વ્યથા જાણવાનો પ્રયત્ન કરવા આવતા તેમા કેટલાક રિટાયર્ડ પોલીસ કર્મીઓ હોવાની વિગતો સામે આવી હતી પણ તેમાથી કેટલાક રિટાર્યડ પોલીસ કર્મીઓએ પોતાની ભુલ સ્વીકારી હતી અને નામ ન આપવાની શરતે કહ્યુ હતુ કે આવી કંપનીઓમાં નાણા રોકયા એ જ અમારી ભુલ છે.અમારે કઈ કહેવુ નથી પણ હાલ જે ફરિયાદ કંપની સામે થઈ છે જેમા જે તપાસ એજન્સી સમગ્ર મામલાને તપાસ કરી રહી છે.તે તટસ્થ અને ન્યાયિક તપાસ કરે અને જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરે.આમ પંચમહાલમાં HVN કંપનીની છેતરપીંડીનો ભોગ બનેલા ગ્રાહકોનો આંકડો ચોકકસ કહી શકાય તેમ નથી પણ અંદાજીત ભોગ બનેલા ગ્રાહકોના કરોડો રુપિયા ડુબી ગયા છે.તેમા કોઈ જ બેમત નથી.પણ હવે હિન્દીની કહેવત અનુસાર ”
અબ પસ્તાયે ક્યા કરે જબ ચીડીયા ચુંગ ગઈ ખેત જેવો ઘાટ ઘડાયો છે.