ગોધરા,
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાડા
ગામ પાસે બાઇક ડીવાઈડર સાથે ભટકાતા તેના પર બેઠેલા એક પરિવારના ત્રણ અને તેમના એક અન્ય સબંધીનુ કમકમાટીભર્યુ મોત નિપજયુહતુ.બનાવને લઇને મૃત્તકના પરિવારજનો અને ગામમાં શોકની કાલિમા છવાઇ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા તાલુકાના ઓરવાડા ગામ પાસે મોરવા હડફ તાલુકાના કસનપુર ગામના એક જ પરિવારના ત્રણ સભ્યો સભ્યો અને એક સંબધી જે એક જ બાઇક પર બેસીને જઇ રહ્યા હતા.તે વખતે અચાનક બાઇકચાલક સ્લીપ થઈ જતા બાઇક રોડ પાસે આવેલી ડીવાઇડર સાથે ભટકાઇ હતી.અને તેના પર બેઠેલા ચાર જણ રોડ પર ભટકાયા હતા. ચારેયને શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી.તે સમયે ત્યાથી પસાર થતા વાહનચાલકો સહિત રાહદારીઓ
બનાવ સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા. સાથે
એમ્બુલન્સ સેવાને જાણ કરી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.પરંતુ તમામ ચારેયના મોત થઈ ગયા હતા.બનાવની જાણ મૃતકના પરિવારજનોને કરતા
હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
એક સાથે ચાર ના મોતથી તેમના પરિવારોમા જાણે દુ:ખનો પહાડ તુટી પડયો હતો.અને રોકકળનુ સામ્રાજય છવાઈ ગયુ હતુ. આ બનેલ બનાવમાં ચાર માથી ત્રણ મૃતક કશનપુર ગામના અને એક કેવડીયા ગામનો હોવાનુ બહાર આવ્યુ હતુ. મૃતકના પરિવારજનોઅને કશનપુર અને કેવડીયા ગામમા ગમનો માહોલ છવાઇ ગયો હતો, આ બનાવને લઇને પોલીસ દ્રારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકોનામ
(૧) પ્રભાતસિંહ બારીયા. રહે કેવડીયા તા ગોધરા
(૨)અંદર સિંહ પટેલ રહે કશનપુર તા ગોધરા
(૩)મંગુબેન અંદરસિંહ રહે કશનપુર તાગોધરા
(૪) વિરેન્દ્ર કુમાર અંદરસિંહ રહે કશનપુર તા ગોધરા