Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરા નગરપાલિકાના પ્રમુખના પતિના મેડીકલ સ્ટોર્સને નિશાન બનાવી તસ્કરોએ ૬૦,૦૦૦ની રોકડની કરી ઉઠાંતરી

Share

ગોધરા , રાજુ સોલંકી,

Advertisement

પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં ભરચક ગણાતા વિસ્તારમા તસ્કરોએ નગરપાલિકાના પ્રમુખના પતિના મેડીકલ સ્ટોરમાં ખેલ પાડ્યો હતો.જેમા ગલ્લામાં મુકેલા રોકડા રુપિયા મળી કુલ ૬૦,૦૦૦ ની માલમત્તાની ઉઠાતંરી કર્યાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોધાવા પામી છે.શહેરાનગરમા થોડા સમય પહેલા જ લાખોના ખર્ચે પાલિકાતંત્ર દ્રારા સીસીટીવી કેમેરા નગરના વિવિધ વિસ્તારોમાં લગાવામા આવ્યા છે.પણ આ સીસીટીવી જાણે શોભાના ગાંઠીયા સમાન સાબીત થયા હોવાનુ શહેરાનગરજનોમાં લોકમુખે ચર્ચાઇ રહ્યુ છે.આ પહેલા પણ ટાયરની દુકાનમાથી ૨૦,૦૦૦ની ચોરી થઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર હાલમા જ જેમને શહેરાનગર પાલિકાના પ્રમૂખ સ્નેહાબેન શાહના પતિ અલ્પેશકુમાર શાહનો ગોકુલનાથજી મંદિરની પાસે ખડાયતા મેડીકલ અને પ્રોવીઝન સ્ટોર આવેલો છે.
(આ સ્ટોર કનુભાઈ મદિયાની દુકાનથી પણ શહેરાનગર અને તાલુકામાં જાણિતો છે.) શહેરાનગરના મુખ્યબજાર વિસ્તારમાં આવેલા અલ્પેશ કુમાર શાહના ખડાયતા મેડિકલ સ્ટોર્સને રાતના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તાળું તોડીને દુકાનમાં પ્રવેશ કરીને ગલ્લામાં રહેલી રોકડ ૬૦,૦૦૦ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જ્યારે મેડિકલ સ્ટોર્સ માલિકે શહેરા પોલીસ મથકમાં આ ઘટના અંગે જાણ કરતા PSI સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી.શહેરાનો ભરચક ગણાતો વિસ્તાર જ્યા તાલુકાભરમાથી ગ્રામીણ પ્રજા ખરીદી માટે આવતી હોય છે.તે વિસ્તારમા ચોરી થયાની વાત શહેરાનગરમાં વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. શહેરા નગરમા શિયાળાની શરુઆતથી ચોરીના બનાવોથી નગરજનોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.

-શહેરાનગરમાં મુકવામા આવેલા સીસીટીવી યોગ્ય જગ્યાએ મુકવામા ન આવ્યા હોવાની લોકચર્ચાઓ

શહેરાનગર તાલુકાનુ મૂખ્યમથકની સાથે સાથે વેપારધંધાનુ મહત્વનુ કેન્દ્ર ગણવામા આવે છે.અહી આસપાસના ગામડામાથી હજારોની સંખ્યામા લોકોની અવરજવર રહેછે.શહેરાનગરમા બાઇકચોરી તેમજ બનેલી કેટલીક ઘટનાઓને લઈને જાગૃત નાગરિકો દ્રારા સીસીટીવી શહેરના મૂખ્ય વિસ્તારોમાં લગાવાની માંગ કરવામા આવી હતી.જેના પગલે શહેરાનગર પાલિકા દ્રારા લાખો રુપિયાના ખર્ચે સીસીટીવી શહેરાનગરના વિવિધ વિસ્તારમાં લગાવામા આવ્યા છે.જે ખુબ જ સારી બાબત છે.આ લગાવાથી ચોરી સહિતની ઘટનાઓ અંકુશમા આવે પણ જ્યા વધારે અવરજવર રહે તેવા વિસ્તારમા સીસીટીવી લગાવા જોઈએ તેવી લોકમુખે ચર્ચાઓ ચાલી છે.હાલ આ જે વિસ્તારમા મેડીકલ સ્ટોર્સમાં ચોરી થઇ અહી મોટીમોટી કરિયાણા,કાપડ,ઇલેકટ્રોનિકસની દુકાનો આવેલીછે.શહેરાનગરમા આવેલી કેટલીક દુકાનો ગલીઓમાં છે.ત્યારે આવા અવરજવર વાળા વિસ્તારોમાં સીસીટીવી મુકવા જરુરી છે.લોકચર્ચાઓ એવી પણ ચાલી રહી છે.જો શહેરાનગર પાલિકાના પ્રમુખના પતિની દુકાન જ સુરક્ષિત નથી તો અન્ય દુકાનોની સુરક્ષાનુ શુ તે પણ એક સવાલ છે.સાથે સાથે શહેરાનગરમા ચોરીઓની બનતી ઘટનાઓને ધ્યાનમા લઇ કડક પોલીસ પ્રેટોલિંગ શહેરાપોલીસે કરવુ જોઇએ તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.


Share

Related posts

અંકલેશ્વર છાપરા પાટિયા પાસે વનખાતા દ્વારા મગરને પકડવા મુકાયેલ પાંજરા નજીક મગર દેખાતા લોકટોળા ઉમટયા.

ProudOfGujarat

સુરતમાં શંકાશીલ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારવા હેવાનિયતની હદ વટાવી.

ProudOfGujarat

લીંબડીના રાધેગોવિદ પાર્કનાં બંધ મકાનમાં ચોરી કરવા આવેલ તસ્કરો સીસીટીવી માં કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!