Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

બુટલેગરોની દિવાળી બગડી. ગોધરા RR સેલ દ્વારા લાખોનો વિદેશી દારુ જપ્ત.

Share

ગોધરા રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જીલ્લા આરઆરસેલ દ્વારા દાહોદ જીલ્લામા લીમખેડા પોલીસ મથકની હદમા આવેલા રઈ ગામે એક મકાનમા છાપો મારીને વિદેશી 4,32,930 લાખનો દારુનો જથ્થો પકડી પાડી ત્રણ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લા આરઆરસેલના પીઆઈ એ.એ.ચૌધરીને બાતમી મળી હતી દાહોદ જીલ્લામા લીમખેડા પોલીસમથકની હદમા આવેલા રઈ ગામમા રહેતા બળવંતભાઈ ભેમાભાઈ ભુવાલીયાએ વિદેશી દારુનો જથ્થો મંગાવી રાખી બે અલગ અલગ મકાનોમાં સતાડી રાખ્યો છે. આથી બાતમી વાળી જગ્યાઓ ઉપર રેડ કરતા લક્ષ્મણભાઈ સોમાભાઈ ભુવાલીયા તેમજ વજેસિંગ ગજાભાઈ ભુવાલિયાના રહેણાક મકાનમા તપાસ કરતા વિદેશી દારૂની 110 નંગ પેટીઓ સહીત 4,42,930 રુપિયાનો દારુન જથ્થો પકડી પાડી ઉપરોકત બે આરોપી તેમજ આ જથ્થો ઉતારનાર બળવંતભાઈ ભેમાભાઈ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.


Share

Related posts

નડિયાદ : ઉત્તરસંડા રોડ પર બે ઈસમો પાસેથી ૯૭૦ ગ્રામ ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં બાઇક ચોરીનાં વધતા બનાવો પોલીસ માટે પડકાર રૂપ : કેવડિયા પાસે SRP જવાનની બાઇક ચોરાઈ.

ProudOfGujarat

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!