Proud of Gujarat
GujaratFeaturedINDIA

GSTનેટવર્કમા થતી ખામીઓને કારણે પારાવાર મૂશ્કેલીના કારણે ગોધરાના વેપારીઓનુ આવેદન.

Share

ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાના વેપારીઓએ આજે એકત્ર થઇને જીએસટીના અમલબાદ ૧૬ મહિના પછી જીએસટી નેટવર્કમા ખામીઓ અને મુશ્કેલીઓ સર્જાતા પડતી મૂશ્કેલીઓને લઇને જીલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.

Advertisement

પંચમહાલ જીલ્લામાં જીએસટીને કાયદાના અમલીકરણ જટીલ રીતે કરવામા આવે છે તેવા આક્ષેપ સાથે જીલ્લા વહીવટી તંત્ર ગોધરાના વેપારી આલમ દ્રારા આવેદન પત્ર આપી ધારદાર રજુઆત કરવામા આવી હતી.આવેદનપત્રમા જણાવ્યા અનુસાર જીએસટીના કાયદાના અમલ પછીટુંકી મર્યાદાઓ,એકપછી એક પત્રકોની હારમાળા,સતત થઈ રહેલ બદલાવ,આકરો દંડના કારણે સરળ બનાવાના ઇરાદે બનાવેલ કાયદો વેપારીઓ માટે મૂશ્કેલી સર્જી રહ્યો છે.ભારતના કર કાયદાઓનુ ૯૦ ટકા પાલન અનુપાલન વ્યવસાયિકો દ્રારા થાય છે.અને વેપારીઓ વતીસિસ્ટમ સામે રીતસરના ઝઝુમી રહ્યા છે.આ અંગે પાકી રજુઆતો છતા ૧૬મહિના પછી સિસ્ટમ ઠેરનીઠેર છે.વધુમા રજુઆત કરવામા આવી હતી કે જીએસટી નેટવર્ક પર એક સાથે અંદાજે 150000 લાખ રિટર્ન ફાઇલ થઈ શકે છે.અને દેશમા નોધાવેલ વેપારીની સંખ્યા1.14 કરોડ છે.એટલે સર્વર અપગ્રેડ કરવુ પડે તેથી કેપીસીટી વધારવી જોઈએ.જેથી વેપારીઓ પોતાના કાર્યો સરળતાથી કરી શકે અને લેટફી માથી બચી શકે.રીફંડની પ્રકિયા જટીલછે. વેપારીઓને ૯૦ દિવસે પણ રીફંડ મળતુ નથી.જીએસટી નેટવર્કમાં તકલીફ હોય તો હેલ્પ સેન્ટરમા પણ ફોન કરીને થાકી જવાય છે.અને સામે હાસ્યાસ્પદ જવાબ મળે છે.અનેક કિસ્સામા દિલ્લી,અમદાવાદ ધક્કા ખાવા પડે છે.દરેક તાલુકા કક્ષાએ જીએસટી નેટવર્કના અધિકારીઓની નિમણુક અને પ્રાદેશિક ભાષામા હેલ્પલાઇન સેન્ટરો હોવા જોઈએ તેવી પણ માંગણી કરી છે.


Share

Related posts

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે મહારાષ્ટ્ર, તામીલનાડુ અને કેરાલાથી નીકળેલી સાઇકલ-બાઈક રેલીનું રાજપીપલા શહેરમાં કરાયું ભવ્ય સ્વાગત.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે દસ ગામના યુવકોને ક્રિકેટના સાધનોની કીટ આપી.

ProudOfGujarat

અભિનેત્રી સીરત કપૂર એ બ્લેક સિક્વિનવાળી સાડી પહેરી ચાહકોને કર્યા પ્રભાવિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!