ગોધરા, રાજુ સોલંકી
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના
તાલુકાના ખાખરીયા ગામે જીઈબી વિભાગમા ફરજ બજાવે છે. ગત મહિનાની ૧-૧૦-૨૦૧૮ ના રોજ તેમને પૈસાની જરૂર હોવાથી શહેરા ખાતે ATM સેન્ટરમાંથી પૈસા ઉપાડવા ગયા હતા. જ્યા પૈસા ઉપાડતી વખતે એકાઉન્ટ ઓપરેટ ન થતા તેમની પાછળ ઊભેલા એક અન્ય અજાણ્યા ઇસમે વિશ્વાસ અપાવી તેનું ATM લઇ ૫૦૦૦ રૂપિયા કાઢીને અજમલભાઇને આપ્યા હતા.
પરંતુ તેજ સમયે ATM કાર્ડ બદલી લીધુ હતું. ત્યારબાદ પછીના દિવસોમા તેઓ પોતાની નોકરી પર જતા રહ્યા હતાં. બુધવારે બેંકમાં જ્યારે પોતાની બેંક પાસબુકમા એન્ટ્રી પડાવતા તેમા વિગતો જોવા મળતા તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેમના બેંકખાતામાંથી અન્ય ખાતામાં ટ્રાન્સફર કરીને તેમજ રાજ્ય બહારના ATM સેન્ટરોમાંથી અલગ-અલગ તબ્બકાવાર ૪,૫૮,૦૦૦ લાખ રૂપિયા ઉપાડી છેતરપીંડીનો ભોગ બન્યા હતા. આથી અજમલભાઈ પટેલે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
તમારુ ATM કાર્ડ અજાણ્યા ઇસમને આપતા પહેલા ૧૦૦ વખત વિચારજો! જાણો શુ થયુ આ શખ્શ સાથે.
Advertisement