Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જીલ્લામા વરસાદી માહોલથી લીલીછમ વનરાજી છવાઈ

Share


ગોધરા,
પંચમહાલ જીલ્લામા વરસાદે પાછલા  દિવસોમા ધમાકેદારે બેંટીગ કરતા જોવા મળ્યા હતા.સારા વરસાદને કારણે પણ ધરતીપુત્રો દ્વારા વિવિધ પાકોના બિયારણની ખરીદી કરીને  વાવણી કરવામા આવી હતી. પંચમહાલ જીલ્લામા વરસાદ મધ્યમસર  પડતા ખેડુતોના  રોપણી કરવામા આવેલા બિયારણને પણ માફકસર પાણી મળી રહેતા કોઈ નુકશાન પહોચ્યુ નથી.મકાઇનો પાક ઉગી નીકળ્યો છે.
વરસાદને કારણે શહેરા પંથકના મંગલિયાણા ,ગોપી અને દલવાડાના ડુંગરોમા હરિયાળી છવાઇ છે.
પંચમહાલ જીલ્લામા મેઘરાજાએ મધ્યમસર હેલી કરતાધરતી પુત્રોમા  હરખની હેલી જોવા મળી રહી છે. પંચમહાલ જીલ્લામા મુખ્યત્વે મકાઈ અને ડાંગરને પાક ખેડુતો દ્વારા કરવામા આવે છે.  હાલ તો મકાઈની રોપણી બાદ હાલ મકાઈનો પાક ફુટી નીકળ્યો છે હાલ ખેડુતો દ્વારા ખેતરમા નિંદામણ પણ કરવામા આવી રહી છે વધુમા ડાંગરના ધરુ પણ મોટા થઈ ગયા છે. હવે એક મોટો વરસાદ પડે અને ખેતરના ક્યારડા ભરાઈ જાય ત્યારબાદ ડાંગરની રોપણી પણ શરુ કરી દેવામા આવશે. હાલ ખેડુતો પાસે પીયતનીવ્યવસ્થા છે તેઓ ખેતરમા પાણી ભરીને  પણ ડાંગરની રોપણી કરી રહ્યા છે. ત્યારે અન્ય ખેડુતો હાલ વરસાદી પાણી માં ડાંગર રોપણી કરશે તેમ ઈચ્છી રહ્યા છે. વરસાદી આંકડાની મળતી માહીતી પ્રમાણે પંચમહાલમા અને શહેરા તાલુકામા ઓછો ૪ મીમીવરસાદ પડયો હતો.ગોઘરા તાલુકામા ૪૮ મીમી અને કાલોલમા૧૦ મીમી, જાંબુઘોડામા ૨૩ મીમી, ઘોંઘબામા ૧૨ મીમી,હાલોલ,૧૮ મીમી,મોરવા હડફમા ૧૮ મીમી વરસાદ પડયો હતો.

Advertisement

Share

Related posts

ધો.12 સામાન્ય પ્રવાહ પહેલા ધો.10 નું પરિણામ 25 મી મે એ જાહેર થશે, સવારે આઠ વાગ્યાથી બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે

ProudOfGujarat

અંક્લેશ્વરની સીતારામ સેવા સંસ્થાની દર્દીઓ માટે નિ:શુલ્ક સાધનની મદદ…

ProudOfGujarat

ભરૂચ : આમોદના સરભાણ ગામમાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!