ગોધરા રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જના આઇજીપી મનોજ શશીધર તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલ નાયબ પોલીસ અધિક્ષક એચ એ રાઠોડ હાલોલ સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર એમ સી સંગત્યાણી એ દારૂ ની અસામાજિક પ્રવૃત્તિ ઓને નેસ્તનાબૂદ કરવા માટે જરૂરી સૂચના દામાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી જે રાવત ને આપવામા આવી હતી તેથી આજ રોજ ઘોઘંબા તાલુકાના બોરગામે નાકાબંધી દરમિયાન એક મારુતિ કાર માંથી એક લાખનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો જ્યારે મારૂતિ કાર ચાલક પોતાની કાર ખેતરમાં મૂકી ફરાર થઈ ગયા હતા
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દામાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી જે રાવત પાસે થી મળતી માહિતી મુજબ આજ રોજ તેવો ઘોઘંબા તાલુકાના બોરગામે નાકાબંધી દરમિયાન વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે એક કાર ચાલક પોલીસ ની નાકાબંધી જોઈ ત્યાંથી નાસી છૂટયો હતો ત્યારે
દામાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી જે રાવત તેનો પીછો કરતાં તેની મારૂતિ સુઝુકી એસ એક્ષ ૪ જીજે ૧૬ એજે ૬૦૭૯ નો ચાલક પોતાની કાર એક ખેતરમાં મૂકી નાશી છુટયા હતા પોલીસ મારૂતિ સુઝુકી કાર જપ્ત કરી તેમાંથી ૯૧૮૦૦ રૂપિયા નો વિદેશી શરાબ નો જથ્થો ઝડપી પાડયો હતો દામાવાવ પોલીસે મારૂતિ સુઝુકી કાર ૩૦૦૦૦૦ લાખ સહીત રૂપિયા ૩, ૯૧, ૮૦૦ નો મુદામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે
ઘોઘંબા તાલુકાના બોરગામે નાકાબંધી દરમિયાન એક મારુતિ કાર માંથી એક લાખનો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો
Advertisement