ગોધરા રાજુ સોલંકી
હાલોલ નગરમાં આવેલ સનએન્કલેવ કોમ્પ્લેક્ષમાં એક દુકાનમાં ગેરકાયદેસર રેલ્વે ટિકિટ કાઢી આપવાની બાતમી રેલ્વે ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ને મળી હતી બાતમી આધારે આજ રોજ હાલોલ નગરમાં આવેલા સનએન્કલેવ કોમ્પ્લેક્ષમાં તપાસ હાથ ધરતા ત્યાંથી ગેરકાયદેસર રેલ્વે ટિકિટ કાઢી આપવાના સાધનો સહિત ૧૩૬૪૫ રૂપિયા ના મુદામાલ સાથે એક ની અટકાયત કરવામાં આવી હતી
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા રેલ્વે ક્રાઈમ બ્રાંચના એસઆઈપીએફ અંતરસિંહ તેમજ ગોધરા રેલ્વેના એસઆઈપીએફ વિજયસિંહ મીનાં
તથા સ્ટાફને બાતમી મળી હતી કે હાલોલ નગરમાં આવેલા સનએન્કલેવ કોમ્પ્લેક્ષમાં આવેલ એક દુકાનમાં ગેરકાયદેસર રેલ્વે ટિકિટ કાઢવાનું કૌભાડ ચાલે છે તેથી વડોદરા રેલ્વે ક્રાઈમ બ્રાંચના એસઆઈપીએફ અંતરસિંહ તેમજ ગોધરા રેલ્વેના એસઆઈપીએફ વિજયસિંહ મીનાં તથા સ્ટાફ સાથે ઘટના સ્થળે તપાસ હાથ ધરતા એક દુકાનમાંથી યાતીઇન્દ્ર કુમાર દાલમિયા નામના એક વ્યક્તિને પોતાની દુકાનમાં અલગ અલગ વ્યક્તિઓના આઇડી થકી રિઝર્વેશન કરી ગેરકાયદેસર ટિકિટ કાઢી આપતો હતો જેથી રેલ્વે ક્રાઈમ બ્રાંચના અંતરસિંહ અને ગોધરા રેલ્વેના વિજયસિંહ મીનાં એ ગેરકાયદેસર ટિકિટનું કૌભાડ આચરનાર યાતીઇન્દ્ર કુમાર દાલમિયા ની અટકાયત કરી ૪ ટિકિટ તથા પ્રિન્ટર લેપટોપ ઇટિકિટ ફોન સહિત ૧૩૬૪૫ રૂપિયા ના મુદામાલ જપ્ત કરી વધારે તપાસ હાથ ધરી છે
હાલોલ નગરમાં આવેલા સનએન્કલેવ કોમ્પ્લેક્ષમાં આવેલ એક દુકાનમાં ગેરકાયદેસર રેલ્વે ટિકિટ કાઢવાનું કૌભાડ ઝડપાયું
Advertisement