ગોધરા રાજુ સોલંકી
ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા શહેરનો વિકાસ થાય તે માટે વિવિધ વિકાસલક્ષી કામગીરી મા રોડ રસ્તા ગટરો ના કામો સ્ટ્રીટલાઈટ એલઇડીસ્ટ્રીટલાઈટ કરવામાં આવી રહી છે પરંતુ ગોધરાના ખાડીફળિયા વિસ્તારમાં રહેતા રહીશોનો આક્ષેપ છે કે ગોધરા નગરપાલિકા ને વારંવાર રજૂઆત કરવા છતાં ખાડીફળિયા વિસ્તારમાં રસ્તાની સમસ્યા આજ દિન સુધી હલ થઈ નથી તેની સાથે સાથે કેટલીક મળવાપાત્ર સુવિધા ઓથી પણ વંચિત રહી ગયા છે આ બધી સમસ્યાઓથી કંટાળીને ખાડીફળિયા વિસ્તારમાં રહેતા રહીશોમાં એક સૂર જોવા મળ્યો છે અને ખાડીફળિયા વિસ્તારના ૨૦૦૦ જેટલા રહીશો આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે ખાડીફળિયા વિસ્તારમાં રહેતા રહીશોએ ગોધરા નગરપાલિકા તંત્ર ને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે રહીશોનું કહેવું છે ગોધરા શહેરના અનેક વિસ્તારોમાં પાકા રસ્તા બનાવી દેવામાં આવ્યા છે ત્યારે ખાડીફળિયા વિરૂધ્ધ ગોધરા નગરપાલિકા તંત્ર મનસ્વી વર્તન કેમ રાખે છે? તેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે આખરે ખાડીફળિયા વિસ્તારમાં રહેતા રહીશો વારંવાર રજૂઆતથી કંટાળીને આવનારી લોકસભાની ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે આ અંગે ગોધરા નગરપાલિકા શું પગલાં લે એ જોવાનું રહ્યું છે
ગોધરા વોર્ડ નંબર :- ૧ માં સાર્વજનિક વોટનો બહિષ્કાર :ગોધરાના ખાડીફળિયા વિસ્તારમાં રસ્તા મુદ્દે લોકસભાની ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી
Advertisement