ગોધરા,
પંચમહાલ જીલ્લામા વરસાદ શરુ થતા ખેડુતોમા હર્ષની લાગણી જોવાઈ રહી છે. બિયારણોની ખરીદી બાદ હવે ખેડુતો વાવણીકામમા જોતરાયા છે. જેમા વિવિધ પાકો મકાઈ તુવેર સહીતના પાકોના બિયારણની વાવણી કરવામા આવી રહી છે. બળદને હળ સાથે જોડીને બિયારણ ની વાવણી કરવામા આવી રહી છે. ખેડુતોને સારો પાક થવાની પણ આશા જાગી છે.
પંચમહાલ જીલ્લામા સારો વરસાદ થતા હાલ વરસાદના વિરામ બાદ વાવણી કાર્યમા જોડાયા છે. જિલ્લાના ગોધરા, શહેરા,કાલોલ ,હાલોલ, મોરવા હડફ સહિતનાતાલુકાઓમા આવેલા ગ્રામ્ય વિસ્તારોમા હાલ ખેડુતો વાવણી કાર્યમા જોતરાઈ ગયા છે. હાલ પંચમહાલમા મુખ્યત્વે મકાઈ અને ડાંગર નો પાક થાય છે જેમા ડાંગરના પાકનુ ધરૂ નાખવામા આવે છે અને વરસાદ શરુ થતા ક્યારડા ( મોટાપાળાવાળા ખેતર)મા વરસાદી પાણી ભરાય ત્યારે આ ડાંગરના ધરુને રોપવામા આવે છે. મકાઈની વાવણી કરવામા આવી રહી છે.વાવણી ખેડુતો બળદ સાથે હળ જોડી, ઓરણી બાધી રાખીને કરે છે.જ્યારે મકાઈની વાવણીની સાથે હાથ વડે તુવેર તેમજ ચોળી સહીતના શાકભાજીના બિયારણની પણ વાવણી કરે છે. એક સાથે ખેતરમા બે પાક ની વાવણી ખેડુતો કરી રહ્યા છે.અને વરસાદ સારો થશે તેવી પણ આશા જાગી છે.
પંચમહાલમા વરસાદે વિરામ લેતા ખેડુતોએ ખેતરમા પાકોની શરુ કરી વાવણી.
Advertisement