Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાઘજીપુર ગામે કુવામાંથી મળી આવી ત્રણ દિવસ ગુમ યુવતીની લાશ

Share

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે એક ગુમ થયેલી યુવતીની કુવામાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પરિવારજનોએ શહેરા પોલીસ મથકે જાણ કરતા પોલીસે આવી પોસ્ટમોર્ટમ માટે લાશને શહેરા ખસેડવામા આવી હતી.શહેરા પોલીસે હાલ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરીછે.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના બારીયા ફળીયામા રહેતા પ્રવિણભાઇ બારીયાની ૧૮ વર્ષીય પુત્રી ગીતાબેન બારીયા તા ૨૦-૧૦-૨૦૧૮ના રોજ સાંજે નજીકમાં આવેલા તળાવે લઘુશંકાએ જાઉ છુ.તેમ કહીને નીકળ્યા બાદ ઘરે ન આવતા પરિવારજનો આકુળ વ્યાકુળ બન્યા હતા.અને શોધખોળ હાથ ધરી હતી. મંગળવારના રોજ સવારે પ્રવિણભાઇના પિતા લક્ષ્મણભાઇ કુદરતી હાજત તળાવ તરફજઈ પરત આવતા હતા.તેમના જ ખેતરમા એક કુવામા ગીતાની લાશ તરતી દેખાતા લક્ષ્મણભાઈએ સરપંચ પરિવારજનોને જાણ કરતા બનાવ સ્થળે દોડી આવ્યા હતા.ત્યારબાદ લાશને સ્થાનિકોની મદદથી કુવામાંથી બહાર કાઢી શહેરા રેફરલ હોસ્પિટલ ખાતેના પોસ્ટમોર્ટમ ખાતે ખસેડાઇ હતી.પોતાની વ્હાલીસોઇ
પુત્રીના મોતથી પરિવારજનો તેમજ વાઘજીપુર ગામમાં પણ શોકનુ વાતાવરણ છવાઇ
ગયુ હતુ.શહેરા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામીછે.


Share

Related posts

ભરૂચ અને નર્મદા જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઇ  છે. ત્યારે વહિવટી તંત્રએ પરીક્ષાને લગતી કામગીરીને આખરી ઓપ આપી દીધો છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના 53 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે..

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા વોર્ડ નંબર 15 માં પહોંચી

ProudOfGujarat

વિરમગામ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસ અંગે જનજાગૃતિ સહિતની કામગીરી હાથ ધરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!