ગોધરા રાજુ સોલંકી
પંચમહાલના કાંકરના મુવાડા ગામે કંપની અને ગ્રામજનો વચ્ચે ચાલતો ગજગ્રાહ યથાવત હોય તેમ લાગી રહ્યુ છે,કાલોલ તાલુકાના કાંકરના મુવાડા ગામે આવેલ એરીસ્ટા કંપની સાથે રસ્તાનો વિવાદ સર્જાયો હતો જે જિલ્લા પોલીસ તંત્ર ની ઉપસ્થિતિમાં ગઈ પાંચ તારીખે સુખદ સમાધાન કરવામાં આવ્યું આવ્યું હતું અને વાહનવ્યવહાર પુરી પાડવા માટે સુચના આપી હતી પરંતુ ગ્રામજનો નું એવું કહેવું છે કે વહીવટી તંત્ર દ્વારા રીક્ષા ની વ્યવસ્થા બે દિવસ સુધી આપી પછી નહીં આપતા ગ્રામજનો દ્વારા શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો ૨૦ તારીખ થી ગ્રામના કોઈ પણ છોકરાઓને શાળાએ નહિ મોકલવાનું નક્કી કર્યું હતું
ગઈકાલે પોલીસ તંત્ર દ્વારા એરીસ્ટા કંપનીમાં તોડફોડ કરનાર વિરુધ્ધમાં ફરિયાદ નોંધી હતી જેથી એકની ધરપકડ કરી હતી અને ૨૬જણના વિરોધમાં ફરિયાદ દાખલ કરી હતી જેમાં કાલોલ તાલુકાના કાંકરના મુવાડા ગામના ગ્રામજનો દ્વારા રેલી યોજી કાલોલ પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યા હતા અને જિલ્લા પોલીસ વડા ને રજુઆત કરી હતી કે આ
એરીસ્ટા કંપનીમાં તોડફોડ કરનાર એકની ધરપકડ કેમ કરો છો એમાં ૨૬જણ ગુનેગાર નથી આખા ગ્રામજનો દ્વારા કંપનીમાં તોડફોડ કરી હતી જેથી આખા ગામના લોકોને મૂકી દો એવી રજૂઆત કરી હતી આખરે જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલ દ્વારા કાલોલ તાલુકાના કાંકરના મુવાડા ગામના મુખ્ય આગેવાનો મળી સમજાવી ક્હ્યું હતું કે જેઓ એ ગુનો કર્યો છે તેવા લોકોને હાજર કરવા માટે ક્હ્યું હતું આમ આ મામલો થાળે પાડયો હતો પરંતુ ગ્રામજનો દ્વારા શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો