ગોધરા, રાજુ સોલંકી
દેશભરમાં કાળા નાણાના પ્રવાહ ઉપર અંકુશ મુકવાના પ્રયાસના ભાગરૂપે કાર્યવાહીનો દોર જારી રહ્યો છે ઇન્કમટેક્સ વિભાગે આજ રોજ ગોધરાના
સોનીવાડ વિસ્તારમાં આવેલા સોનાચાંદીના વેપારી
શ્રીનાથજી અને ગોકુલ જવેલર્સમાં ઇન્કમટેક્સ વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી હતી ગોધરામાં બન્ને જ્વેલર્સની દુકાનમાં તેમના પરિવારજનોના બેંક એકાઉન્ટ અને બેંક લોકર સીલ કરેલ છે જેમાં પણ તપાસ કરવામાં આવે તો કેટલીક બેહિસાબી આવક મળવાની ધારણા છે તેવું સુત્રો પાસેથી જાણવા મળેલ છે
આવકવેરા વિભાગ દ્વારા ગોધરામાં આવેલ સોનીવાડ વિસ્તારમાં શ્રીનાથજી અને ગોકુલ જ્વેલર્સની દુકાન ખાતે વિવિધ દસ્તાવેજો ની ચકાસણી કરી હતી આવકવેરા વિભાગની ચકાસણીની વાત આસપાસના વિસ્તારના જવેલર્સના વેપારીઓમાં પહોંચતા ફફડાટ જોવા મળ્યો હતો આવકવેરા વિભાગની ટીમોએ આજ રોજ સવારથી દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી હતી આવકવેરા વિભાગ ટીમનું સર્ચ ઓપરેશન દરમિયાન કેટલી બેનામી આવક છે તે હજુ સુધી બહાર આવેલ નથી અને તપાસનો દોર ચાલુ છે ઉક્ત સ્થળે દરોડાની કાર્યવાહી ના દોર આગળ ચાલ્યા હતા તેઓની ત્યાંથી લાખો રૂપિયાની બેહિસાબી આવક મળે તેવી ધારણા છે
લાખો રૂપિયાની બેહિસાબી આવક મળવાની ધારણા: ગોધરામા આઈટીનો સપાટો.સોનાનાવેપારીઓને ત્યા સર્વે હાથ ધરતા ફફડાટ.
Advertisement