ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લા ગોધરા રેલ્વે પોલીસ દ્વારા આજ રોજ સવારના રેલ્વેના પાટાની ચોરી કરતા ત્રણ ઈસમોને રંગે હાથ પકડી પાડયા હતા ગોધરા રેલ્વેબીકેબીન આગળ પડી રહેલા રેલ્વેના પાટાને ખેતીવાડી ઉત્પન બજાર પાસે આવેલા એક ભંગાર ની દુકાન પાસેથી રંગે હાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર પંચમહાલ જીલ્લામાં મુબઈ દિલ્લી રેલ્વે લાઈન પસાર થાય છે.ગોધરા રેલ્વે કોલોનીની આસપાસ દિન પ્રતિદિન ચોરીની ફરિયાદો ઉઠતી રહે છે.ત્યારે રેલ્વે પોલીસે બી કેબીન પાસે પડી રહેલા રેલ્વેના પાટાની ઉંઠાતરી કરતા ત્રણ ઈસમોને રેલ્વે પોલીસના તપાસ અધિકારી વી.એસ.મીણા, અને સબન્સપેક્ટર કાલુરામે ટીમે સાથે બાતમીના આધારે બાદશાહ બાવાની ટેકરી પાસે આવેલી ખેતી બજાર ઉત્પન બજાર પાસે આવેલા ભંગારની દુકાન પાસેથી રંગે હાથે ઝડપી પાડ્યા હતા. તેની પુછપુરછ કરતા તેમના નામ સંજયભાઈ અમૃતભાઈ દંતાણી, દિલીપભાઈ પર્વતભાઈ નાયક. ચીમનભાઈ નાનાભાઈ નાયક. રહે, ખેતીવાડી ઉત્પન બજારની ફુટપાટ ગોધરા, ઉપર રહે છે તેવું જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે ગોધરા શહેરના શહેરા ભાગોળ નગરપાલિકા દસ કર્વોટસની પાછળ ખેતીવાડી ઉત્પન બજાર આવેલુ છેજેની સ્થાપના ૨૦-૫-૨૦૦૫ના રોજ જેતે વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓ દ્વારા કરવામા આવી હતી.ત્યારથી અત્યાર સુધી તેનો ઉપયોગ કરવામા આવ્યો નથી.જેના કારણે આ બજાર અસામાજીક તત્વોનો બની ગયો છે. અહી અસામાજીક તત્વો આવી વારદાતોને અંજામ આપતા હોય છે. અહી કેટલીક નશીલી દવાઓનુ પણ સેવન ખુલ્લેઆમ કરતા અહી જોવા મળતા હોય છે જેથી અહીના સ્થાનિક રહીશોમાં પણ એક ડરનો માહોલ પેદા થયેલો જોવા મળે છે. આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં રાત્રી દરમિયાન કેટલાક આસામજિક તત્વો ખુલ્લેઆમ ગાંજા તેમજ કેટલીક નશીલી દવાઓનુ સેવન કરી કેટલીક ગેર કાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી હોવાનૂ આસપાસના લોકોમા ચર્ચાઈ રહ્યુ છે.આ અંગે પોલીસ દ્રારા આ વિસ્તારમા રાત્રી પેટ્રોલીંગ સઘન બનાવામા આવે તેવી પણ અહીના રહીશો દ્રારા માંગ ઉઠવા પામી છે.