Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્‍લામાં એકતા યાત્રાનો પ્રારંભ મંત્રી જયદ્રથ સિંહ પરમારે વેજલપુરથી રથનું કરાવ્‍યું પ્રસ્‍થાન

Share

ગોધરા, રાજુ સોલંકી.

Advertisement

દેશની આઝાદી પછી અનેક રજવાડાઓને એક કરી એક અખંડ રાષ્‍ટ્રના નિર્માણમાં સરદાર સાહેબનું યોગદાન ચીરઃસ્‍મરણીય રહેશે. બ્રિટીશ શાસનના અંત પછી ભારતના દેશી ૫૬૨ જેટલા રજવાડાઓને જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું. હૈદરાબાદ અને જૂનાગઢનું પણ વિલિનિકરણ કરવામાં સફળ રહ્યાં હતા. કાશ્મીરને પણ શક્તિ પ્રયોગથી ભારતમાં ભેળવ્‍યું. તેમ કૃષિ (રાજ્ય કક્ષા) અને પંચાયત, પર્યાવરણ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે વેજલપુર ખાતેથી પંચમહાલ જિલ્‍લામાં એકતા યાત્રાના પ્રસ્‍થાન પ્રસંગે યોજાયેલા સમારોહમાં જણાવ્‍યું હતું.
તેમણે ગુજરાતના પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્‍પી સરદાર વલ્‍લભભાઇ પટેલને વિશ્‍વ સમસ્‍તમાં આદરાંજલી આપવા તથા એકતા અને અખંડિતતાનો સંદેશો દુનિયાભરમાં ફેલાવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આગામી ૩૧મી ઓક્ટોબરે આ મહામાનવની વિશ્‍વની સૌથી ઉંચી પ્રતિમાને રાષ્‍ટ્રને અર્પણ કરશે તેમ જણાવતા કહ્યું હતું કે, જિલ્‍લામાં ગામે ગામ ફરનારા એકતા યાત્રાના રથ દ્વારા છેવાડાના જનજન સુધી આ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાતનું આમંત્રણ પણ રહેશે.
સમારોહમાં, પ્રાસંગિક ઉદ્બોધનમાં સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણે વિશ્‍વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમાં એકતા અને અખંડિતતાનો સંદેશો યાદવા ચન્‍દ્ર દિવાકરૌ ફેલાવતી રહેશે તેમ જણાવ્‍યું હતુ. જ્યારે જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવે સરદાર વલ્‍લભભાઇ પટેલના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્‍ત કરવા અને તેમના કાર્યોને આદરાંજલી આપવા એકતા યાત્રા યોજવામાં આવી છે તેમ જણાવ્‍યું હતું.
આ પ્રસંગે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સરદાર વલ્‍લભભાઇ પટેલના જીવન કાર્યોની ઝાંખી પ્રસ્‍તુત કરી હતી. સમારોહમાં ઉપસ્‍થિત સૌ કોઇએ રાષ્‍ટ્રની એકતા અને અખંડિતતાના શપથ લીધા હતા.
મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર અને મહાનુભાવોએ એકતા યાત્રાના બે રથોનું પ્રસ્‍થાન કરાવ્‍યું હતુ.
એકતા યાત્રા રથ પ્રસ્‍થાન સમારોહમાં, કાલોલના ધારાસભ્‍ય શ્રીમતી સુમનબેન ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખો, ઉપ પ્રમુખો, જિલ્‍લા પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેકટર, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક, જિલ્‍લાના અધિકારીઓ, જિલ્‍લા-તાલુકા પંચાયતના સદસ્‍યો સહિત મોટી સંખ્‍યામાં નાગરિકો ઉપસ્‍થિત રહ્યાં હતા.સમારોહમાં સૌને આવકારતા જિલ્‍લા કલેકટર શ્રી ઉદિત અગ્રવાલે શાબ્દિક સ્‍વાગત કર્યું હતું જ્યારે આભાર દર્શન જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે કર્યું હતું.


Share

Related posts

ભરૂચનાં ધારાશાસ્ત્રીઓ CAA અને NRC નો વિરોધ કરી આ કાયદા ભારતીય બંધારણ વિરુદ્ધનો હોવાથી તેને રદ કરવાની માંગણી કરી હતી.

ProudOfGujarat

હીટ એન્ડ રન – અંકલેશ્વર રાજપીપલા ચોકડી બ્રિજ પાસે અજાણ્યો વાહન ચાલક બાઈક સવારને ટક્કર મારી મોત નીપજાવી ફરાર

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટીવનાં 27 દર્દીઓ આવતા કુલ આંકડો 708 થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!