ગોધરા,
પંચમહાલ જિલ્લામા જાહેર માર્ગો અને શહેરમા આવેલી હોટલો,ધર્મશાળાઓ માટે સીસીટીવી લગાવવા અંગેનુ જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે.
પંચમહાલ જિલ્લામાં આવેલી તમામ હાઇવે પરની હોટલો, ગેસ્ટ હાઉસો, ધર્મશાળાઓ, પેટ્રોલપંપો ટોલ પ્લાઝા જેવા જાહેર સ્થળો ખાતે સી.સી.ટી.વી. નાઇટ વિઝન (હાઇડેફીનેશન) કેમેરા વીથ રેર્કોડીંગ સીસ્ટમ સાથે ગોઠવવાનો જાહેર હુકમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, પંચમહાલ એમ.એલ. નલવાયા દ્વારા ફોજદારી કાર્યરીતિ ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે કરવામાં આવ્યો છે. જે મુજબ સી.સી.ટી.વી. કેમેરાનો ડેટા ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધી સંગ્રહ કરવાની તથા તે જોવાની જવાબદારી જે તે જગ્યાના સંચાલકની રહેશે. જેમા બિલ્ડિગના બહારના ભાગે પી.ટી. ઝેડ કેમેરા ગોઠવવા. તમામ પાર્કિગની જગ્યાઓનું સંપૂર્ણ કવરેજ થાય તેમજ જાહેર પ્રજાની જયાં અવરજવર થતી હોય તે તમામ જગ્યાઓનું કવરેજ કરવા જણાવાયુ છે.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.