Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

પંચમહાલમાં દારુબંધીના લીરેલીરા: પોપટપુરા પાસેથી ૩૫ લાખ ₹ ઉપરાંત નોવિદેશી દારુનો જથ્થો પકડાયો.

Share

ગોધરા, રાજુ સોલંકી 
ગુજરાતમા સંપુર્ણ દારુબધી છે.છતા પીનારા અને વેચનારાઓ વર્ગ ઓછો નથી એમ લાગે છે.ત્યારે પંચમહાલ જીલ્લામા પાછલા દિવસોમા જે રીતે વિદેશી દારુ પકડાય છે.તેના પાછળ અનેક સવાલો ઉઠે છે.ફરી એકવાર પોલીસ વિભાગની LCB,SOG અને તાલુકા પોલીસે સંયૂક્ત ઓપરેશન હાથ ધરી ગોધરા તાલુકાના પોપટપુરા પાસેથી ૩૫,૧૦,૦૦૦ લાખ રુપિયાનો વિદેશી દારુનો જથ્થો સાથે એક ઇસમની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ એલસીબી ,એસઓજી, તાલુકા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો.ત્યારે એલસીબીના પીઆઇ ડીએન ચુડાસમાને બાતમીમળી હતી.કેપોપટપુરા શાલીમાર હોટલની બહાર એક આઇસર ટ્રક ઉભેલ છે.આથી આઇસરને પોલીસ સ્ટાફે કોર્ડન કરીને તેના ચાલકને પુછપરછ કરતા દીલબાગ દોલતસિંહ જાટ જણાવ્યુ હતુ.ત્યારબાદ ૫૫૮ પેટી વિદેશી દારુ જેની કિમંત ૩૫,૧૦,૦૦૦ લાખ થવા જાય છે.પોલીસે ટ્રક ડ્રાઇવર તથા ટ્રક સહિતનો મુદામાલ કબજે કરી દારુ ભરી આપનાર,તેમજ મંગાવનાર વિરુધ્ધ કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નવસારી-વિશ્વની તમામ ભાષાઓમાં સંસ્કૃત સર્વોપરી

ProudOfGujarat

એકસાથે ભરૂચ જિલ્લામાં ૯૪ જેટલા પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી.જિલ્લા પોલીસ વડા દ્વારા બદલીયોનું હકારાત્મક વાવાઝોડું ફુંકાયું…

ProudOfGujarat

રાજપીપળા : ગરૂડેશ્વરના અંતરિયાળ વિસ્તારમાં ઝરવાણી ગામે મોબાઈલ કનેક્ટિવિટીનો ગંભીર પ્રશ્ન થયો હલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!