ગોધરા રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામા આવતીકાલે ભારે ધામધુમથી દશેરા પર્વની ઉજવણી કરવામા આવશે. ગોધરા ખાતે દશેરાના દિવસે લાલબાગ મેદાન ખાતે રાવણના પુતળાનુ દહન કરવામા આવે છે. પાછલા દિવસોથી પુતળાઓ બનાવામા આવે છે.જેમાં વિવિધ ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને પુતળા બનાવતા હોય છે.હાલ આ પુતળાઓને આખરી ઓપ આપી દેવામા આવ્યો છે.
ગોધરા નગરપાલિકા દ્વારા આવતીકાલે દશેરાની ઉજવણીના ભાગરુપેર રાવણદહનનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે. આ કારીગરો રાજસ્થાનના ડુંગરપુરથી આવ્યા છે. અને આ રાવણના પુતળાને આખરી ઓપ આ પવામા આવી રહ્યો છે. ખાસ કરીને આ રાવણના પુતળા બનાવામા વાંસ,કાગળ,ઘાસ તેમજ ફટાકડાનો મોટી સંખ્યામા ઉપયોગ કરવામા આવે છે. આવતી કાલે થનારા રાવણ દહનને લઈને નાના બાળકોથી માડીંને મોટેરાઓમા પણ આનદ જોવા મળી રહ્યો છે
Advertisement