Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ગોધરા પોલીસએ ૧૫ અબોલ પશુઓને કતલખાને લઈ જતા બચાવા …

Share

દિનેશભાઇ અડવાણી

ગોધરા શહેર ના મેડ સર્કેલ પાસે થી બી ડિવીઝન પોલીસે બાતમી નાં આધારે ગોધરા તરફ જતી  ટ્રકમાંથી  કતલ ખાને લઈ જવાતા ૧૫ પશુઓને બચાવી લીધા હતા પશુ ઓને પાંજરા પોળ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા પોલીસે પશુ અને ટ્રકને મળી અંદાજીત રૂપિયા ૭. ૮૫લાખ નો મુદામાલ જપ્ત કરી ને ચાલક ને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

ગોધરાના મેડ સર્કેલ પાસેથી ગેરકાયદેસર પશુ ભરેલ વાહન પસાર થવાની બાતમી ગોધરા ડિવીઝન પોલીસ મથક નાં પોલીસ ઈન્સ્પેક્ટર બી. આર. ગોહિલ ને મળી હતી બાતમી ને હકીકત ગણી ને તેઓ અને બી ડિવીઝન પી એસ આઈ એમ. એચ. નીસરતા સહિત ડીસ્ટાફ પી એસ આઇ એમ એન જાડેજા તથા પોલીસ સ્ટાફનાં માણસો ગોધરાના મેડ સર્કેલ પાસે આવતા જતા વાહનો ની તપાસણી કરી રહયા હતા તે સમયે બાતમી નાં વર્ણન વાળી ટ્રક નંબર જી જે ૦૯ વાય ૮૬૪૨ આવી રહી હતી તેને અટકાવી ને  તાડપત્રી ખોલતા અંદર નાં ભાગ માંથી કુરતા પૂર્વક બાંધી રખાયેલ કુલ ૧૫ જેટલા પશુઓ મળી આવ્યા હતા પોલીસે પશુ અંગેના આધાર પુરાવાની માંગણી કરી હતી પરંતુ ચાલક પાસે કોઈજ પુરાવા ન મળતા કતલ નાં ઈરાદે પશુઓને  લઈ જવાતા  હોવાનું માલુમ થયું હતું પોલીસે ૧૫ જેટલા પશુઓ ને પાંજરા પોળ પરવડી ખાતે મોકલી દીધા હતા પોલીસે પશુ ભરેલ ચાલક અટકાયત કરી હતી પોલીસે ૧૫ પશુ તેમજ ટ્રકગાડી મળી  અંદાજીત રૂપિયા ૭.૮૫ લાખ નો મુદામાલ જપ્ત કરી ને ચાલક સામે પશુધારા કલમ હેઠળ ગુનો નોધી વધુ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા.

 

    


Share

Related posts

જાફરાબાદ : દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે વિકાસ કામના લોકપર્ણ તેમજ ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

અંતે ડી.જી.પી. ના સ્‍ટટે મોનીટરીંગ સેલમાં ત્રણ પી.એસ.આઇ સહીત છ ની ‘એટેચ’ તરીકે પસંદગીઃ ઇન્‍ચાર્જ વહીવટી વડા સંજય શ્રી વાસ્‍તવ દ્વારા આદેશઃ તુરંતમાં જ ડી.વાય.એસ.પી.ની પણ નિમણુ઼ક થશે

ProudOfGujarat

અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે કન્સ્ટ્રક્શન સાઇટનો સ્લેબ ધરાશાયી થતાં એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!