ગોધરા,
નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરીટી નવી દિલ્હીની સૂચના અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની અનુશ્રામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પંચમહાલ-ગોધરા તરફથી આગામી તા. ૨૪મી જૂન, ૨૦૧૮ના રોજ હાલોલની વી.એમ.શાહ સ્કૂલના કેમ્પસમાં લીગલ સર્વિસીઝ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગલ સર્વિસીઝ કેમ્પમાં તમામ પ્રકારના વિભાગોની તમામ પ્રકારની કાનૂની સેવાઓ એક જ સ્થળેથી મળી રહેશે. જેમ કે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની મફત અને સક્ષમ કાનૂની સહાય તેમજ વિક્ટીમકોમ્પેનસેશન, મામલતદાર અને તાલુકા/ગ્રામ પંચાયત કચેરીની વૃદ્ધ સહાય, વય વંદના સહાય, વિધવા સહાય, સંકટ મોચન સહાય, મનરેગા અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓ. આરોગ્ય વિભાગની મા કાર્ડ, મમતા કાર્ડ તેમજ અન્ય યોજનાઓ. સમાજ સુરક્ષા વિભાગની દિવ્યાંગ સાધન સહાય, કુંવરબાઇનું મામેરૂં, સંકટ મોચન સહિતની અન્ય યોજનાઓ. સમાજ કલ્યાણ વિભાગની અનુસૂચિત જાતિ, અનુસૂચિતિ જનજાતિ, એસ.ઈ.બી.સી.ની વિશેષ યોજના સહિતની અન્ય યોજનાઓ. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વેપાર-ઉદ્યોગલક્ષી સાધન સહાય, જી.આઇ.ડી.સી. અને અન્ય કામોની યોજનાઓ. જિલ્લા બાળ સુરક્ષા એકમની પાલક માતા-પિતા યોજના, દત્તક યોજના, બાળવિવાહ અટકાયત સહિતની અન્ય યોજનાઓ. એમ.જી.વી.સી.એલ.ની ઉજાલા અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ઉજ્જવલા
યોજના. શિક્ષણનો અધિકાર, વીમા અને બેન્કની જેવી રોજિંદા જીવનની પાયાની તમામ કાનૂની સેવાઓનો લાભ એક જ સ્થળે (પ્લેટફોર્મ) પરથી મળી રહેશે. સમગ્ર પંચમહાલ જિલ્લાના નાગરિકોને આ સેવાઓનો લાભ લેવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પંચમહાલ-ગોધરા દ્વારા વિનંતિ છે.