Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા: દિલ્હી- મુંબઈ એક્ષપ્રેસ હાઇવેના જમીન સંપાદનના જાહેરનામા સામે ખેડુતોની વાંધા અરજી સામે સુનાવણી.

Share

ગોધરા રાજુ સોલંકી

Advertisement

ગોધરાના સરદાર નગરખંડ ખાતે પ્રથમ તબક્કાની જેમાં વાંધા અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં નવ ગામોના ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા વધારાના ખાસ જમીનસંપાદન અધિકારી પંચમહાલ ડૉ એ કે પ્રજાપતિ તથા નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર ઝેડ એ સુલતાની ના અધ્યક્ષ સ્થાને વાંધા અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને નવ ગામો પૈકી ગોધરા, ભામૈયા, ઓરવાડા, ભાટપુરા, છબનપૂર, ચચોપા, નાનીકાટડી, કણજીયા, ગોવિંદી ગામમાંથી કુલ ૨૫૯ વાંધા અરજીઓ આવી હતી

ગોધરાના સરદાર નગરખંડ ખાતે પ્રથમ તબક્કાની વાંધા અરજીની સુનાવણીમાં નાનીકાટડીના રોહિતભાઈ વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા તેમજ મોટા ભાગના ખેડૂતો દ્વારા વકીલ એન જી રાઠોડ અને આર પી વ્યાસ ને રોકવામાં આવ્યા હતાં ત્યારે ખેડૂતો એ સરકારમાંથી આવેલા અધિકારીઓને રજૂઆત કરી હતી કે દિલ્હી – મુંબઇ એક્સપ્રેસ હાઇવે નંબર ૧૪૮/N માં આ જાહેર હિતનો રસ્તો હશે કે નહીં ત્યારે તેવોએ જણાવ્યુ હતું કે આ રસ્તોઓ જાહેર હિતનો ઉપયોગ માટે નથી તેવા વલણમાં જવાબ આપ્યો હતો આ ઉપરાંત સરકાર નેશનલ હાઈવે ના નિર્માણ માટે ખેડૂતો ની જમીનો જૂના જંત્રીના ભાવ થી પાણીના ભાવે ખરીદ કરે છે અને ત્યારબાદ હાઇવેના નિર્માણ માટે ટોલ ટેક્સ કંપનીઓને સોપે છે અને આવી ધંધાદારી પ્રક્રિયા ઓમાં સરકાર જ્યારે વ્યાપાર કરે છે ત્યારે ખેડૂત નો વળતર આજના બજાર ભાવમાં ચૂકવવમાં આવે તે માટે રજૂઆત કરી હતી ઉદાહરણ તરીકે શામળાજી હાલોલ હાઇવે નિર્માણ માટે સંપાદન કરેલ જમીનને એલ એન્ડ ટી કંપની ને એક રૂપિયા ના ટોકન ભાડે થી સરકારે આ પ્રોજેક્ટ આપ્યો હતો અને આ હાઇવે ઉપર હાલમાં કંપની ટોલ ટેક્સ ઉઘરાણી કરે છે આજ પરિસ્થિતિ દિલ્હી – મુંબઇ હાઇવે ઉપર પુનરાવર્તન થશે.

આ વાંધા અરજીની સુનાવણીમાં હાજર રહેલા ખેડૂતો ઓએ જણાવ્યું હતું કે જમીન સંપાદન કરતા પહેલા વળતરની પોલીસી અને આજના બજાર ભાવના દરો નક્કી કરવા જોઈએ જેમાં જમીનની કિંમત મકાનો ખેતરમાં આવેલા કુવા બોર વૃક્ષો આ તમામ ની કીમતો બજાર ભાવે નકકી કરી પોલિસી બનાવવી જોઈએ અને આ મુજબ ખેડૂતોને વળતર ચૂકવવા આવે તે માટે રજૂઆત કરી હતી મોટા ભાગના ખેડૂતો સુનાવણીમાં હાજર રહી અધિકારીઓને રજૂઆત કરી હતી કે ખેતીની જમીન ભલે સંપાદન કરો પરતું તેમની સામે અમને જમીન આપો જેનાથી અમે ખેતી કરી અમારા પરિવાર નું ગુજરાન કરી શકીએ અમારે નાણાં ની જરૂર નથી નાણાં કરતા જમીન વધારે છે તેવું જણાવ્યું હતુ.

ઓરવાડા ગામે રહેતા જેસિંગભાઈ એ જણાવ્યું હતું કે આ હાઇવે સંપાદનમાં અમારા ૧૪ કુટુંબ બેઘર થઈ જશે જેથી સંપાદન પહેલા અમને નાણાં આપવામાં આવે તો અમે ધર બાંધી શકેએ તેવી વેદના વ્યક્ત કરી હતી આ ઉપરાંત કણજીયાગામ માં પણ શાળા સંપાદનમાં આવી જાય છે તો આ ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા ક્યાં અને કેવી રીતે જશે એ મુઝવણ રજૂ કરી હતી અને ઓરવાડા ગામે રહેતા વિઠ્ઠલભાઈ નાયકે જણાવ્યું હતું કે અમારે પૈસા નથી જોઈતા અમને સરકાર ઘર ની સામે ઘર અને જમીન ની સામે જમીન આપે અને જો નહીં આપે તો અમે એક પણ પત્થર ગોઠવવા નહી દઈએ તેવું આક્રમક વલણ થી જણાવ્યું હતું


Share

Related posts

ચૂંટણી તંત્રની ઘેરબેઠા મતદાનની નવતર પહેલ : અમદાવાદના વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોનો રૂડો આવકાર.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી વિતરણ બંધ રહેશે.જાણો ક્યારે અને કેમ?

ProudOfGujarat

ભરૂચમાં ધન્વંતરી આરોગ્ય રથની શરૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!