પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી મનોજ શશીધર અને પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમા એલ.સી.બી ને આપેલ સુચના મુજબ કામગીરી કરતા મળેલ બાતમીના આધારે શબ્બીર નુર મોહમંદ શેખ રહે. રેહમત નગર સુલેમાની મસ્જીદ પાસે ગોધરા તથા તેનો એક સાથીદાર સંડોવાયેલો છે આ લુટના મોબાઈલ ફોનો શબ્બીર નુર મોહમંદ શેખ તેની પાસે રાખી ગોધરા પેટ્રોલપંપ પાસે મેડ પર વેચવા ફરે છે તેવી બાતમીના આધારે શબ્બીર નુર મોહમંદ શેખને ઝડપી પાડ્યો હતો તેની અંગઝડતી કરતા વિવો કંપનીનો મોબાઈલ તથા રેડમી કંપનીનો મોબાઈલ કિંમત રૂ.૯,૫૦૦/- મળી કુલ રૂપિયા ૩૧,૫૦૦/- મળી આવેલ વધુ પુછપરછ કરતા તેની સાથેનો શબ્બીર હુસેન ઝબા ઉર્ફે તતીયો રહે. કેપ્સુલ ફેક્ટ્રી પાસે ગોધરા પણ ઝડપાયો હતો આ બનાવ અંગે ગોધરા શહેર બી ડીવિઝન પોલીસ તપાસ કરી રહી છે.
Advertisement