ગોધરા રાજુ સોલંકી
જમ્મુ કાશ્મીરમાં આવેલ શ્રીનગર ખાતે આર આર ટુ રેજિમેન્ટ મા છેલ્લા વીસ વર્ષ ફરજ બજાવતા અને શહેરા તાલુકાના નવાવાડી ગામે રહેતા જવાન ને અચાનક હાર્ટએટેક નો હુમલો થી નિધન થયું હતું આર્મીના જવાનો દ્વારા સન્માન પૂર્વક તેમના વતનમાં લઈ જવામાં આવ્યા હતા શહેરા તાલુકાના નવાવાડી ગામે જવાનનો નશ્વર દેહને વતનમાં પહોંચતા ગામમાં ભારે ગમગીની ફેલાઈ જવા પામી હતી અને આખું ગામ જવાન સાથે જોડાયુ હતું અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં આવેલ શ્રીનગર ખાતે આર આર ટુ રેજિમેન્ટ મા છેલ્લા વીસ વર્ષ ફરજ બજાવતા અને શહેરા તાલુકાના નવાવાડી ગામે રહેતા જવાન રાજેશભાઇ ભોઈ નું હાર્ટએટેક આવતા નિધન થયું હતું જવાન રાજેશભાઇ ભોઈ ને
સન્માન પૂર્વક તેમના વતનમાં પહોંચવા માટે તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેમના નશ્વર દેહને ગઈકાલે મોડી રાત્રે શ્રીનગરથી તેમના વતનમાં લાવવામાં આવ્યા હતા અને તેમના પરિવારજનો ને સંદેશો આપવામાં આવ્યો હતો ત્યારબાદ તેમના નશ્વર દેહને આજે સવારે આર્મી ના જવાનો એ રાજેશભાઇ ભોઈ નો દેહને અંતિમક્રિયા માટે સોપવામાં આવ્યો હતો આર્મી ના જવાનો એ રાજેશભાઇ ભોઈ ને સન્માન પૂર્વક પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવાવાડી ગામે લઈ જવામાં આવ્યા હતા જ્યાં આર્મીના અધિકારીઓ ગ્રામજનો ગણ્યા ગઠિયા વહીવટીતંત્ર ના માણસો ઉપસ્થિતિમાં જવાન રાજેશભાઇ ભોઈ ના પાર્થિવ દેહ ને શ્રદ્ધાજલી અર્પણ કરી હતી ત્યારબાદ જવાન રાજેશભાઇ ની અંતિમ યાત્રામાં આખું ગામ જોડ્યું હતું અને હિબકે ચડયું હતું પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના નવી વાડી ગામના અને પાછલા ૨૦ વર્ષથી આર્મી(આરઆર ટુ) માં ફરજ બજાવતા રાજેશ ભાઇ ભોઈનુ શ્રીનગર ખાતે ફરજ દરમિયાન મોત થયુ હતુ.તેમના પાર્થીવ દેહને આજે માદરેવતન લાવામા આવ્યો હતો.જ્યા ગાર્ડઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામા આવી હતી,તેમની અંતિમયાત્રામા નવીવાડી તેમજ આસપાસના ગ્રામજનો મોટી સખ્યામાં ઊમટી પડ્યા હતા. અને આસુંભરી આખે વિદાય આપી હતી.સાથે આર્મીના જવાનો પણ આવ્યા હતા.અને ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપી હતી.તેમને મહિસાગર નદી ખાતે અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.ગ્રામજનોએ ભારતભાતાકી જય અને રાજેશભાઇ તુમ અમર રહોના નારા લગાવ્યા હતા.
તેમના પરિવારમા તેમના પત્ની અને માતાને વિલાપ કરતા મુકી ગયા હતા.તો ગણ્યા ગાઠ્યા રાજકીય લોકો દેખાતા ગ્રામજનોમા ચર્ચાઓ પણ ચાલી હતી.